ચૂંટણી સમયે પણ ED ના દરોડા, મોટી રકમની રોકડ જપ્ત, નોટના ઢગલે ઢગલા

Spread the love

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ રાંચી, ઝારખંડમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે અને મોટી રકમની રોકડ જપ્ત કરી છે. ગ્રામીણ વિકાસ મંત્રી આલમગીર આલમના અંગત સચિવ સંજીવ લાલના નોકરના ઘરેથી EDએ જંગી રોકડ જપ્ત કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 30 કરોડ રૂપિયાની રોકડ રિકવર કરવામાં આવી હોવાનો અંદાજ છે. ED એ ફેબ્રુઆરી 2023 માં ઝારખંડ ગ્રામીણ વિકાસ વિભાગના ચીફ એન્જિનિયર વીરેન્દ્ર કે, કેટલીક યોજનાઓના અમલીકરણમાં કથિત અનિયમિતતાઓને લગતા મની લોન્ડરિંગ કેસમાં કેસ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *