રાજકોટ બેઠક પર રુપાલા અને કોંગ્રેસના પરેશ ધાનાણી બન્ને અમરેલીના,કોનું પલડું ભારે?..

Spread the love

ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024નો પ્રચાર પડઘમ શાંત થયો છે હવે ઉમેદવારો અને રાજકીય પાર્ટીઓ દ્વારા ડોર ટૂ ડોર પ્રચાર કરીને મતદાતાઓને રિઝવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં રાજકીય ગરમાવો રહ્યો છે. ખાસ કરીને ક્ષત્રિય આંદોલન અને હવે કોળી સમાજના આંદોલનના કારણે.

ત્યારે ગુજરાતના એ પાંચ ઉમેદવારો જેમની માટે 7 મેનો દિવસ લિટમસ ટેસ્ટ સમાન બની રહેશે. મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને આ પાંચ નેતાઓનું ભાવિ નક્કી કરશે.

રાજકોટ બેઠક પર બન્ને રાષ્ટ્રીય પક્ષ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર આયાતી એટલે કે રાજકોટ જિલ્લા બહારના છે. ભાજપના પરષોત્તમ રુપાલા અને કોંગ્રેસના પરેશ ધાનાણી બન્ને અમરેલીના છે. પરષોત્તમ રુપાલા દ્વારા કરવામાં આવેલા વિવાદિત નિવેદનનો ક્ષત્રિય સમાજ દ્વારા પ્રચંડ વિરોધ કરાઈ રહ્યો છે. ત્યારે આવતીકાલનો દિવસ આ બન્ને નેતાઓ માટે અતિ મહત્વનો બની રહેવાનો છે. મતદાતાઓ પોતાન મતાધિકારનો ઉપયોગ કરીને આ બન્ને નેતાઓનું ભાવિ નક્કી કરશે.

રુપાલા દ્વારા કરવામાં આવેલા નિવેદનની સૌથી વધુ અસર જામનગર જિલ્લામાં જોવા મળી છે. સતત બે ટર્મથી જીતતા આવતા પૂનમ માડમને રોડ શો અને સભા દરમિયાન ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. વડાપ્રધાન મોદીએ પણ જામનગરની ધરતી પરથી ક્ષત્રિય સમાજના રોષનો શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આવતીકાલે થનારું મતદાન પૂનમ માડમ માટે એક મહત્વપૂર્ણ કસોટી સમાન બની રહેવાનું છે.

બનાસકાંઠા બેઠક પર ભાજપ લોકસભા ચૂંટણી જીતતું આવ્યું છે. આ વખતે ભાજપે ડો. રેખાબેન ચૌધરીને ટિકિટ આપી છે. તો બીજી તરફ કોંગ્રેસે વાવ બેઠકના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. આ બન્ને મહિલા નેતાઓ પહેલીવાર લોકસભા ચૂંટણી લડી રહ્યાં છે. ગેનીબેન ઠાકોર સમાજના જાણીતા નેતા છે અને તેમના દ્વારા પ્રચંડ પ્રચાર કરવામાં આવ્યો હતો અને રેખાબેન ચૌધરી, શંકર ચૌધરી પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. આ બેઠકનું મહત્વ તેના પરથી પણ આંકી શકાય છેકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડીસામાં ચૂંટણી પ્રચાર કર્યો હતો અને કોંગ્રેસના પ્રિયંકા ગાંધીએ પણ બનાસકાંઠા બેઠકમાં પોતાના ઉમેદવાર માટે પ્રચાર કર્યો હતો.

ભરૂચ બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા સતત લોકસભા ચૂંટણી જીતતા આવ્યા છે. ત્યારે કોંગ્રેસ અને આપ ગઠબંધને આ બેઠક પરથી ચૈતર વસાવાને ટિકિટ આપી છે. જેનો વિરોધ કોંગ્રેસના પૂર્વ નેતા અહમદ પટેલના પરિવાર દ્વારા વિરોધ પણ વ્યક્ત કરાયો હતો. અહમદ પટેલનો ગઢ મનાતા ભરૂચમાં કોંગ્રેસે કોઇ ઉમેદવાર ઉભો રાખ્યો નથી. અહમદ પટેલના દીકરી ચૂંટણી લડવા ઇચ્છતા હતા પણ આપના ચૈતર વસાવાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ ઉપરાંત છોટુ વસાવાનો દીકરો પણ ચૂંટણી લડી રહ્યો છે. આ બેઠક પર આદિવાસી સમાજનું વર્ચસ્વ વધારે છે. ત્યારે આ બેઠક પર આવતીકાલે થનારું મતદાન મહત્વપૂર્ણ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com