અમિત જેઠવા હત્યા કેસમાં ભાજપના પૂર્વ સાંસદ દીનું બોઘાને આજે હાઇકોર્ટમાં મોટી રાહત મળી છે. હાઇકોર્ટે દીનું બોઘા સોલંકીનો કેસમાંથી છુટકારો થયો છે. તો સાથે સાથે દીનું બોઘા સોલંકી સહિત તમામ આરોપીઓનો અમિત જેઠવા હત્યા કેસમાંથી છુટકારો થયો છે.
મહત્વનું છે તમામ આરોપીઓએ ટ્રાયલ કોર્ટના ચુકાદાને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો. ત્યારે, આ અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટના ચુકાદાને અયોગ્ય ગણાવતા ચુકાદો ફગાવી દીધો હતો અને તમામ આરોપીઓને કેસમાંથી મુક્તિ આપી હતી.
ઉલ્લેખનીય છે કે, 2010માં RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવાની અમદાવાદ હાઇકોર્ટ બહાર હત્યા કરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટની સામે જ અમિત જેઠવાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બાદમાં, હત્યામાં સંડોવાયેલા તમામ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપીઓમાં ભાજપના પૂર્વ સાંસદ દીનું બોઘાની પણ ધરપકડ કરવામાં આવી હતી. છેલ્લા કેટલાંક સમયથી દીનું બોઘા સોલંકી જામીન પર બહાર હતા.
20 જુલાઇ 2010: ગુજરાત હાઇકોર્ટ બહાર સત્યમેવ કોમ્પ્લેકસ પાસે સાંજે સાડા આઠ વાગે RTI કાર્યકર્તા અમિત જેઠવાની ગોળીમારીને હત્યા કરવામાં આવી. અમિત જેઠવા ખાંભાના વતની હતા. તે દિવસે અમિત જેઠવા હાઇકોર્ટમાં એફિડેવિટ કરવા આવ્યા હતા કે દીનું બોઘાથી તેમના જીવને જોખમ છે.
મૃતક અમિત જેઠવાના પિતા ભીખાભાઈ જેઠવા દ્વારા સોલા પોલીસ સ્ટેશનમાં ગીર સોમનાથના પૂર્વ સાંસદ દીનું બોઘા સોલંકી સહિત કુલ 7 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
આ કેસમાં બાદમાં સોલા પોલીસ બાદ SITની રચના કરવામાં આવી હતી. SITમાં સુરેન્દ્રનગરના તત્કાલીન SPને જવાબદારી સોંપવામાં આવી હતી. જોકે, બાદમાં ભીખાભાઇ જેઠવા દ્વારા SBI તપાસની માંગ કરતાં હાઇકોર્ટમાં અરજી કરતાં હાઈકોર્ટના આદેશથી 2012માં સમગ્ર કેસની તપાસ CBIને સોંપવામાં આવી હતી.
કેસમાં સૌથી પહેલા સંજય ચૌહાણની ધરપકડ કરવામાં આવી હતી. 6 સપ્ટેમ્બર 2010ના રોજ દીનું બોઘાના ભત્રીજા શિવા સોલંકીની ધરપકડ કરવામાં અને સાડા ચાર વર્ષ જેલમાં રહ્યા બાદ જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.
આ કેસમાં 5 નવેમ્બરે 2013 ભાઈબીજના દિવસે ગીર સોમનાથના ભાજપના પૂર્વ સાંસદ દીનું બોઘાની પણ ધરપકડ કરાઇ હતી. જેઓ, સાડા ત્રણ મહિના જેલમાં રહ્યા બાદ કોર્ટે આ કેસમાં તેમને સૌથી પહેલા જામીન આપ્યા હતા.
આ કેસમાં સુરેન્દ્રનગર જિલ્લાનો શાર્પ શૂટર શૈલેષ પડ્યાં હાલ પણ જેલમાં છે, કોર્ટે તેને એક વખત 5 દિવસના પેરોલ આપ્યા હતા.
21 ડિસેમ્બર 2013એ કેસમાં પ્રથમ ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી. બાદમાં, સપ્લીમેન્ટરી ચાર્જશીટ દાખલ કરવામાં આવી.
આ કેસમાં મોટા ભાગના સાક્ષી હોસ્ટાઈલ થયા છે. કોર્ટે 18 સાક્ષીઓને 24 કલાક હથિયારધારી પોલીસ મેનની સુરક્ષા આપી હતી.
પોલીસ પ્રોટેક્શન આપવામાં મુખ્ય સાક્ષી રામભાઈ સહિત વનરાજ પ્રજાપતિ, વિજય પાંડે, જયેશ પટેલ, ધર્મેશ પ્રજાપતિ, યોગેશ પંડ્યા, મહંમદ ઉસ્માન શેખ, ભૂપતસિંહ ઝાલા સહિતનો સમાવેશ થાય છે.
2016માં અમિત જેઠવાના પિતા ભોખભાઈ જેઠવા દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જેમાં તેમણે કેસની રિટ્રાયલ કરવાની માંગ કરી જે હાઇકોર્ટ માન્ય રાખી.
વર્ષ 2016માં હાઇકોર્ટના આદેશ સામે આરોપી અને CBPએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી અને સુપ્રીમ કોર્ટ 26 સાક્ષીની પુન ટ્રાયલ કરવા આદેશ કર્યો.
બાદમાં, કેસમાં ચુકાદાને લઈને કોર્ટમાં અત્યાર સુધી 24 જુન 2019, અને 29 જૂન 2019 અને 6 જુલાઇ 2019 એમ કુલ 3 મુદ્દત પડી. 6 જુલાઈ 2019ના રોજ CBI કોર્ટે ચુકાદો આપ્યો