કળિયુગી પત્ની : પતિના કપડાં ઉતારતી, હાથ બાંધતી અને સિગારેટથી તેના પ્રાઇવેટ પાર્ટ પર ડાઘ આપતી

Spread the love

બિજનૌરમાં એક એવી કળિયુગી પત્નીનો ચહેરો સામે આવ્યો છે, જેણે પોતાના જ પતિ સાથે અમાનવીયતાની હદ વટાવી દીધી. બેડરૂમમાં ગુપ્ત રીતે લગાવેલા સીસીટીવીમાં પત્નીની કરતૂતો રેકોર્ડ થઇ જતા ખુલાસો થયો. સીસીટીવીમાં ક્રૂર પત્ની પતિના કપડાં ઉતારતી, હાથ બાંધતી અને સિગારેટથી તેના પ્રાઇવેટ પાર્ટ પર ડાઘ આપતી જોવા મળે છે. પતિ પીડાથી ચીસો પાડતો રહ્યો પણ પથ્થર દિલ પત્નીએ હાર ના માની.પીડિતના પિતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી પત્ની વિરુદ્ધ કેસ નોંધીને તેની ધરપકડ કરી છે.

યુપીના બિજનૌર જનપદના થાના સ્યોહારાના ગામ ચક મહમૂદ સાનીના મન્નાન જૈદીના લગ્ન પાસના ગામની મેહર જહાં સાથે થયા હતા. મેહરે લગ્ન પહેલા પ્રેમનો ખોટો ડ્રામા પણ રચ્યો. મેહર જહાં મન્ના જૈદીના ઘરે પહોંચી લગ્નની જિદ પર અડેલી હતી. આખરે પરિવારની સહમતિથી બંનેએ 17 નવેમ્બર 2023ના રોજ મુસ્લિમ રિવાજ મુજબ લગ્ન કર્યા.

પીડિતના પિતાનું કહેવું છે કે પુત્રની પત્ની દરરોજ પતિને મારતી, જેના કારણે મન્નાન જૈદીએ બેડરૂમમાં સીસીટીવી કેમેરા લગાવી દીધા, જેથી પત્નીની કરતૂતોનો પર્દાફાશ થઈ શકે. 29 એપ્રિલ 2024ના રોજ મેહરે પતિને દૂધમાં નશાની ગોળીઓ પીવડાવી તેને નગ્ન કરી, બંને હાથ બાંધી દીધા અને માનવતાની હદ વટાવી દીધી. પત્ની મેહર જહાંએ તેના પતિના પ્રાઈવેટ પાર્ટને સિગારેટથી સળગાવ્યા અને એટલું જ નહીં ચાકુ વડે ઘણી જગ્યાએ ઇજા પણ પહોચાડી.

ક્રૂર પત્ની સિગારેટ પીતી રહી અને પતિના પ્રાઈવેટ પાર્ટ પર ડાઘ પાડતી રહી. પતિ પીડાથી ચીસો પાડતો રહ્યો, પણ ક્રૂર પત્નીનો અત્યાચાર ઓછો થવાને બદલે વધતો ગયો. આરોપી પત્નીએ પીડિત પતિને મારી નાખવાના ઈરાદે તેનું ગળું દબાવ્યુ અને છરી વડે પ્રાઈવેટ પાર્ટ કાપવાનો પ્રયાસ કર્યો. આ મામલામાં એસપીએ કહ્યુ કે- ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. આરોપી પત્ની મેહરની ધરપકડ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *