પ્રેમીએ 40 વર્ષ પહેલા એક ભૂલ એવી કરી હતી, જેના કારણે તે ખરાબ રીતે ફસાઈ ગયો અને તેની નિર્દોષતા સાબિત કરવા માટે પ્રેમિકા પણ આ દુનિયામાં નથી….

Spread the love

પ્રેમનો એક એવો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પ્રેમી-પ્રેમિકા બંનેએ લગ્ન કરી લીધા, ચાર બાળકો પણ થયાં પણ આશિક જેલના સળીયા પાછળ પહોંચી ગયો. પ્રેમીએ 40 વર્ષ પહેલા એક ભૂલ એવી કરી હતી, જેના કારણે તે ખરાબ રીતે ફસાઈ ગયો અને તેની નિર્દોષતા સાબિત કરવા માટે પ્રેમિકા પણ આ દુનિયામાં નથી. હકીકતમાં જોઈએ તો, 40 વર્ષ જુના એક કેસમાં હવે 70 વર્ષિય દાઉદ બંદૂ ખાન પર મુશ્કેલીઓનો પહાડ આવી પડ્યો છે.

જેને 1984માં એક સગીર છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો, જો કે 17 વર્ષિય પ્રેમિકાની માતાએ દાઉદ બંદૂ ખાન પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. પણ જ્યારે છોકરી વયસ્ક થઈ તો, દાઉદ બંદૂ ખાને તે જ પ્રેમિકા સાથે લગ્ન કરી લીધા. જો કે, 70 વર્ષિય દાઉદ બંધૂ ખાને તે સમયે એક ભૂલ કરી હતી, તેણે પોલીસ અને કોર્ટના અધિકારીઓને પોતાના લગ્ન અને સાસુ સાથે સમાધાન વિશે જાણકારી આપી નહોતી અને આગરા જતો રહ્યો. ખાનના ચાર બાળકો પણ છે.

હવે મુંબઈ પોલીસે અપહરણ અને દુષ્કર્મના કેસમાં છેલ્લા 40 વર્ષથી ફરાર દાઉદ ખાનને ઉત્તર પ્રદેશના આગરાથી ધરપકડ કરી લેવામાં આવ્યો છે. કોર્ટે જાન્યુઆરી 2020માં કોર્ટ સામે હાજર થવામાં નિષ્ફળ રહેલા દાઉદ ખાનને ભાગેડૂ જાહેર કરી દીધો હતો. હવે આરોપીની પત્ની અને સાસુ પણ આ દુનિયામાં નથી. ત્યારે આવા સમયે તેની ફરિયાદ લેનારુ કોઈ નથી અને હવે તેને યૌન ઉત્પીડન કેસમાંથી પસાર થવું પડે છે.

પોલીસના જણાવ્યા અનુસાર, 1984માં દાઉદ ખાન અને તેની પ્રેમિકા (જે તે સમયે 17 વર્ષની હતી અને બાદમાં પત્ની બની ગઈ) મુંબઈના વીપી રોડ વિસ્તારમાં એક બીજાના પાડોશમાં રહેતા હતા. દાઉદ બંદૂ ખાન સોનાનું કામ કરતો હતો અને તે સમયે તેની ઉંમર 30 વર્ષની હતી અને બંને એકબીજાને પ્રેમ કરતા હતા. જો કે, બાદમાં છોકરીની માતાએ તેમને આ સંબંધ પસંદ ન આવ્યો અને ડીબી માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, જે બાદ દાઉદ ખાનને અપહરણ અને રેપના આરોપમાં ધરપકડ કરી લેવામાં આવ્યો. એક અધિકારીએ જણાવ્યું કે, જે જામીન પર બહાર આવી ગયો, અને છોકરીએ કાયદાકીય ઉંમર પાર કરતા બંનેએ લગ્ન કરી લીધા.

રિપોર્ટ અનુસાર, બંનેને ત્યાં પહેલી બાળકીનો જન્મ થયો. ત્યાર બાદ તે કોઈને પણ કહ્યા વિના આગરા જતો રહ્યો. એક પોલીસ અધિકારીએ કહ્યું કે, આગરા શિફ્ટ થતાં પહેલા ખાન અને તેની પ્રેમિકાને પોલીસ અને કોર્ટને જાણ કરવાની હતી કે, કેસમાં સમાધાન થઈ ગયું છે. અને અમે બંનેએ લગ્ન કરી લીધા છે. પણ તે સમયે દાઉદ ખાને માની લીધું કે, તેની પ્રેમિકા, જેની સાથે તેણે લગ્ન કરી લીધા. એટલો કેસમાં સમાધાન થઈ ગયું. આટલા વર્ષો સુધી કોર્ટ તેને હાજર થવા માટે આદેશ જાહેર કરતી રહી અને ખાન કોર્ટમાં આવતો નહોતો. જ્યારે તેણે વારંવાર કોર્ટના આદેશનો જવાબ ન આપ્યો તો, કોર્ટે ખાન વિરુદ્ધ બિનજામીન પાત્ર વોરંટ ઈશ્યૂ કર્યું અને જાન્યુઆરી 2020માં તેને ભાગેડૂ જાહેર કરી દીધો.

જ્યારે લોકસભા ચૂંટણીને ધ્યાને રાખતા શહેરમાં કાયદો અને વ્યવસ્થા કંટ્રોલમાં રાખવા માટે મુંબઈ પોલીસે ભાગેડૂની શોધ કરવા અને તેને ધરપકડ કરવા માટે એક સ્પેશિયલ અભિયાન શરુ કર્યું. ત્યારે જતાં દાઉદ ખાનનો કેસ સામે આવ્યો. ડીબી માર્ગ પોલીસે કહ્યું કે, તેમની પાસે કોઈને કોઈ પત્તો નહોતો, કેમ કે તે બે દાયકા પહેલા કોઈને પણ કહ્યા વિના પોતાનું ઘર બદલી ચુક્યો હતો. પોલીસે કહ્યું કે, આ ઉપરાંત પીડિતાની માતાનું પણ મોત થઈ ગયું હતું, તેથી અમને કહેવાવાળું કોઈ નહોતું કે ખાન ક્યાં રહે છે.

સીનિયર પોલીસે ઈંસ્પેક્ટર વિજય ધોરપડેના માર્ગદર્શનમાં કોન્સ્ટેબલ વિનોદ રાણેએ આ કેસ પર કામ કરવાનું શરુ કર્યું અને વિસ્તારમાં તપાસ હાથ ધરી. અમારી પાસે તેનું આખું સરનામું તો હતું પણ ત્યાં કોઈ નહોતું જાણતું કે, તે ક્યાં છે. એટલા માટે અમે વરિષ્ઠ નાગરિકોની તપાસ શરુ કરી અને તેમની સાથે પૂછપરછ કરતા અમને એક શેફ વિશે જાણવા મળ્યું. જેને દાઉન ખાને લગભગ 10 વર્ષ પહેલા પોતાના દીકરાના લગ્નમાં ખાવાનું બનાવવા માટે આગરા બોલાવ્યો હતો.

ત્યાર બાદ પોલીસની ટીમે શેફની શોધ કરી, જે બાદ તેનો નંબર મળ્યો અને રવિવારે આગરામાં તેના પર ઘર પર તેની શોધ કરી. દાઉદ ખાનને મુંબઈ લાવવામાં આવ્યો અને મંગળવારે ધરપકડ કરી લેવામાં આવી. પૂછપરછ દરમ્યાન દાઉ ખાને દાવો કર્યો કે, તેને લાગ્યું કે, પીડિતા સાથે લગ્ન કર્યા બાદ કેસ બંધ થઈ ગયો હશે. પોલીસે કહ્યું કે, દાઉદે એવું પણ જણાવ્યું કે, તેની પત્નીનું મોત 2011માં થઈ ગયું છે. તેમણે તેનું ડેથ સર્ટિફિકેટ પણ બનાવ્યું છે. હાલમાં કોર્ટે દાઉદ ખાનને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે. અને તે જેલમાં બંધ છે. એક અધિકારીએ જણાવ્યું કે, દાઉદ ખાને લગભગ 40 વર્ષ પહેલા પોતાના લગ્ન વિશે કોર્ટને જાણ નહોતી કરી તે તેની મોટી ભૂલ હતી. હવે તે ઘડપણમાં હેરાન થશે. આ કેસમાં કાર્યવાહી ટૂંક સમયમાં શરુ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com