6,400 કિલોગ્રામ ભીનો કચરો અને 69,157 કિલો સૂકા કચરો સમાવિષ્ટ અને રિસાઈકલિંગમાં ઉપયોગ,ચાહકો ટકાઉપણા માટે સિક્સ ફટકારવામાં ગુજરાત ટાઇટન્સ સાથે જોડાયા
ગુજરાત ટાઇટન્સના ચીફ ઓપરેટિંગ ઓફિસર કર્નલ અરવિંદરસિંહ
નેપ્રા સાથેની અમારી ભાગીદારી ઉપરાંત અમારા ચાહકોની ઉત્સાહભેર સહભાગિતા આ પરિણામો હાંસલ કરવામાં ચાવીરૂપ રહી
અમદાવાદ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલની મેચો દરમિયાન વેસ્ટ મેનેજમેન્ટ માટે નેપ્રા રિસોર્સ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ (નેપ્રા) સાથે ગુજરાત ટાઇટનની હાલ ચાલી રહેલી ભાગીદારીએ પ્રભાવશાળી પરિણામો આપ્યા છે અને લેન્ડફિલથી નોંધપાત્ર પ્રમાણમાં કચરાને હટાવવામાં આવ્યો છે. ટાટા આઈપીએલ 2024 સિઝનની પહેલી પાંચ હોમ ગેમ્સ દરમિયાન વિસ્તારાયેલી ટકાઉપણા પહેલોમાં કચરો અલગ પાડવા અને રિસાઇકલિંગ પ્રયાસો થકી લેન્ડફિલથી નોંધપાત્ર 75,557 કિલોગ્રામ કચરો દૂર કરવામાં આવ્યો છે. પાંચ હોમ મેચીસ દરમિયાન ગુજરાત ટાઇટન્સ અને નેપ્રાએ કુલ 75,557 કિલોગ્રામ કચરાને સફળતાપૂર્વક એકત્રિત કર્યો હતો અને મેનેજ કર્યો હતો જેમાં 6,400 કિલોગ્રામ ભીનો કચરો અને 69,157 કિલો સૂકા કચરો સમાવિષ્ટ હતો.
ભીના કચરાને કમ્પોસ્ટિંગ તથા મૂલ્યવાન ઓર્ગેનિક ખાતર બનાવવા માટે ભરૂચ એન્વાયરો ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ ખાતે મોકલવામાં આવ્યો હતો. સૂકા કચરાને નેપ્રાની મટિરિયલ રિકવરી ફેસિલિટી ખાતે અસરકારક રીતે અલગ પાડીને મિક્સ્ડ પ્લાસ્ટિક, મિક્સ્ડ પેપર, પેટ અને નોન-રિસાયકલેબલ વેસ્ટ જેવા રિસાઇકલ થઈ શકે તેવા કચરામાં અલગ પાડવામાં આવ્યો હતો. આના પગલે લેન્ડફિલથી 24 ટકા સૂકો કચરો દૂર કરવામાં આવ્યો હતો.સ્ટેડિયમ જાગૃતતા કેમ્પેઇનમાં ક્રિકેટ ચાહકોને રમતની પહેલાની જાહેરાતો, વિઝ્યુઅલ ડિસ્પ્લે, ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓ અને પ્રમોશનલ મટિરિયલ્સ દ્વારા સાંકળવામાં આવ્યા હતા. આનાથી કચરો અલગ કરવા અને જવાબદાર રીતે કચરાનો નિકાલ કરવાની પદ્ધતિઓ જેવી ટકાઉ પ્રથાઓના મહત્વ વિશે ચાહકોને માહિતી આપવામાં આવી હતી અને તેમને શિક્ષિત કરવામાં આવ્યા હતા જેથી પર્યાવરણ બચાવી શકાય અને હરિયાળું ભવિષ્ય સુનિશ્ચિત થઈ શકે.
ગુજરાત ટાઇટન્સના ચીફ ઓપરેટિંગ ઓફિસર કર્નલ અરવિંદર સિંહે જણાવ્યું હતું કે “ _અમે અમારી ટકાઉ પહેલ અંગે ગર્વ અનુભવીએ છીએ જેનાથી અમે ટાટા આઈપીએલ 2024 દરમિયાન અમારી નકારાત્મક પર્યાવરણ અસરો ઘટાડવામાં નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે. નેપ્રા સાથેની અમારી ભાગીદારી ઉપરાંત અમારા ચાહકોની ઉત્સાહભેર સહભાગિતા આ પરિણામો હાંસલ કરવામાં ચાવીરૂપ રહી છે. આઈપીએલ 2023 દરમિયાન લેન્ડફિલથી 98 ટકા કચરો દૂર કરવામાં અમારા પ્રયાસોના આધાર પર આ વર્ષે વધુ પ્રયાસો કરવામાં આવ્યા છે. ગુજરાત ટાઇટન્સ હરિયાળી પૃથ્વીમાં પ્રદાન કરવા માટે રમતો માટે નવીનતમ સોલ્યુશન્સ શોધવા માટે પ્રતિબદ્ધ રહે છે.