એએમસી છેલ્લા પાંચ વર્ષમાં બજેટમાં મંજુર થયેલ રૂા.૭૨૬૬.૦૦ કરોડ જેટલી માતબર રકમ  વાપરી શક્યા નથી : શહેઝાદ ખાન પઠાણ

Spread the love

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ

બજેટમાં પોકળ અને જુઠા વાયદાઓ કરી બજેટ રીવ્યુ કમિટી બોલાવવા બાબતે પ્રજાને ગુમરાહ કરતું સત્તાધારી ભાજપ

અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિ.કોર્પોના સને ૨૦૨૨-૨૩ ૨૦૨૩-૨૪ તથા ૨૦૨૪-૨૫ ના બજેટમાં મંજુર થયેલ કામો બાબતે તા.૦૯- ૦૫-૨૪ના રોજ બજેટ રીવ્યુ કમિટીની બેઠક છે ત્યારે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં ભાજપના સત્તાધીશો દ્વારા દર વર્ષે શાસકો દ્વારા બજેટ મંજુર કરવામાં આવે છે ત્યારબાદ વર્ષાંતે તે બજેટ રીવાઇઝડ કરવામાં આવે છે આ કડવી અને નરી વાસ્તવિકતા છે ત્યારે સને ૨૦૨૨-૨૩, ૨૦૨૩-૨૪ના વર્ષનું બજેટ રીવાઇઝડ પણ થઇ ગયેલ છે છેલ્લા પાંચ વર્ષમાં બજેટમાં મંજુર થયેલ રૂા.૭૨૬૬.૦૦ કરોડ જેટલી માતબર રકમ ભાજપના સત્તાધીશો તથા વહીવટી તંત્ર વાપરી શક્યા નથી ત્યારે ગત વર્ષોના મંજુર કરાયેલા કામોનો પ્રગતિ રીર્પોટ તથા કામોનો અગ્રતાક્રમ આપવા બાબતે મળેલ બેઠક હાસ્યાસ્પદ લાગી રહી છે. દર વર્ષનું બજેટ કરોડો રૂા. નું હોવા છતાં પ્રજાકીય કામો ખોરંભે પડે છે અને દિન-પ્રતિદિન સમસ્યાઓ વધતી જાય છે જે વાસ્તવિકતા છે જેમ કે, બિસ્માર રસ્તા, પોલ્યુશનયુક્ત સાબરમતી નદી, એર પોલ્યુશન, ટ્રાફિકજામ, કચરાનો નિકાલ, વરસાદી પાણીનો નિકાલ, રોગચાળો, પીરાણા ડ્રમ્પ સાઈટ દુર કરવા, ડ્રેનેજ પાણીની સમસ્યા જેવી અનેક સમસ્યાઓ યથવાત રહેવા પામેલ છે.

છેલ્લા બે વર્ષના બજેટમાં મંજુર કરાયેલ પરંતુ અમલ નથી થયો તેવા મહત્વના કામોની વિગત

• જુના એલીસબ્રિજનું બ્યુટીફીકેશન કરવા

• મહિલાઓ માટે પિન્ક ટોઈલેટ

• મ્યુ.શાળાના બાળકોને સ્માર્ટ ફોન આપવા

ડીઝાસ્ટર મેનેજમેન્ટ માટે ૨ સ્નોર સ્કેલ તથા ડ્રોન ઓપરેટેડ વ્હીકલ સીસ્ટમ

• માઈનોર રીવર બ્રીજ બનાવવા

• વી.એસ. હોસ્પિટલનું નવીનીકરણ

• રામદેવનગર થી ઇસ્કોન ક્રોસ રોડ અન્ડરપાસ, સાંરગપુર તથા કાલુપુર બ્રિજ પહોળો કરવા

• સીટી એન્ટ્રી માર્ગનું બ્યુટીફીકેશન

• દરેક વોર્ડ દીઠ ૨ વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવા

• ઝોન દીઠ મહિલાઓ માટે ૧ યોગા કમ મેડીટેશન સેન્ટર

• નવા સમાવાયેલ વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ

વિવિધ તળાવો ભરવા મીની એસ.ટી.પી.બનાવવા નો વિકાસ

અમદાવાદ મ્યુનિ.કોર્પોના ભાજપના સત્તાધીશો દ્વારા મંજુર કરાયેલ અનેક દરખાસ્તો હજુ પણ અમલમાં મુકી શકાઇ નથી જે સત્તાધારી ભાજપની વહીવટી નિષ્ફળતા પુરવાર થાય છે અને પ્રજાને લોલીપોપ અપવામાં માહીર ભાજપ પ્રજાને ગુમરાહ કરે છે જે સત્તાધારી ભાજપ માટે શરમજનક બાબત છે પ્રજાને સુચારૂ વહીવટ અને સારી પ્રાથમિક સુવિધા આપવા માટે સત્તાધારી ભાજપની ઇચ્છાશક્તિ મરી પરવારી હોય તેવું જણાઈ રહયું છે માત્ર વાહવાહી મેળવવાના નામે કામો મંજુર કરી માત્ર બજેટ બુકમાં રહેવા પામે છે આ તમામ બાબતોને લઇ બજેટના કોઇ પણ પ્રકારના કામોનું અમલીકરણ કરવા તેને લઇને જરૂરી વ્યવસ્થા તથા કાર્યવાહી સમયસર થઇ શકે તેવું આયોજન કરવા અમારી માંગણી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com