ઉત્તર ગુજરાતના લોકો અમેરિકામાં ઘૂસવા જતા ઝડપાયા છે. જેમાં જમૈકા એરપોર્ટ પર શંકા જતા પ્લેનને રોકાયું હતુ. તેમાં ઝડપાયેલા 175 ભારતીયમાંથી મોટાભાગના ગુજરાતી છે. તથા મોટાભાગના મુસાફર ઉત્તર ગુજરાત, મહેસાણાના છે.
જેમાં મહેસાણાના શંકરપુરા ગામના એજન્ટોની સંડોવણી માહિતી સામે આવી છે. તથા એજન્ટ ઘનશ્યામ, હસમુખ બિલાડી સંડોવાયેલાની માહિતી છે.
એજન્ટ રવિ મોસ્કો, બોબી બ્રાઝિલ સંડોવાયેલાની માહિતી છે. તેમજ તમામ પ્રવાસીઓને નજરકેદ કરી હોટલમાં પૂછપરછ માટે લઇ જવાયા છે. ગુજરાત સહિત દેશમાંથી ટુરિસ્ટ વિઝાના નામે લોકોને લઇ જઇ અમેરિકામાં ઘુસાડવાના વધુ એક ષડયંત્રનો પર્દાફાશ થયો છે. થોડા મહિના પહેલા પણ આખુ વિમાન અમેરિકા પહોચવા માગતા ટુરિસ્ટોનું ઝડપાયુ હતું તેમને ડિફોલ્ડ કરી પરત ભારત મોકલી દેવામાં આવ્યા હતા.
વધુ એક વાર આવું વિમાન જમૈકા ઓરપોર્ટ પરથી ઝડપાયુ છે. જેમાં 253 મુસાફરો પૈકી મોટાભાગના ગુજરાતીઓ છે અને અમેરિકામાં ઘુસણખોરી કરવાની ફિરાકમાં ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે. ગુજરાતીઓ સહિત દેશના ઘણા નાગરિકોને અમેરિકામાં ડોલર કમાવવાનો ચસકો ચડ્યો છે. અને આ ચસકામાં પરિવારો અમેરિકા પહોચવા માટે મોતને પણ મુઠ્ઠીમાં લઇને ઘર છોડી નીકળી પડે છે. ગુજરાતીઓ અને પંજાબીઓને ખાસ કરીને ડોલર કમાવવા વધુ પ્રમાણમાં અમેરિકા જાય છે. ત્યારે અનેક એવા રુટો છે ત્યા સુધી પહોચી અને અમેરિકાની સરહદ સુધી પહોચવાનું હોય છે. આખુ પ્લેન ભાડે કરી અને અમેરિકામાં ઘુસણખોરીના કારસ્તાન માટે આખે આખુ પ્લેન ભાડે કરવામાં આવ્યાનો વધુ એક મામલો સામે આવ્યો છે.