આંશલ યુપીએસસી કરી દેશની સેવા કરવા ઈચ્છે છે, ધો. 12 માં મેળવ્યા 99.20 પીઆર

Spread the love

ધો.12 સાયન્સ અને કોમર્સનું પરિણામ જાહેર થયું છે. ત્યારે આ વર્ષે પણ વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. બોરીચા પરિવારની આંશલએ 99.20 પીઆર મેળવી પરિવાર અને શાળાનું ગૌરવ વધાયુર્ં છે. આંશલએ 99.20 પીઆર સાથે સ્કુલમાં બીજો ક્રમ હાંસલ કર્યો છે. અભ્યાસમાં પહેલાથી જ તેજસ્વી આંશલ રોજ માત્ર 3-4 કલાક જ આરામ કરતી હતી. બાકીના કલાક વાંચનમાં ધ્યાન આપતી હતી.

આંશલ બોરીચા ધોળકીયા સ્કુલમાં અભ્યાસ કરે છે અને યુપીએસસી કરવાનું સપનુ છે. આજના યુગમાં જયારે બાળકો એમબીએ, એમસીએ કરી પૈસા કમાવવા તરફ દોડે છે તેવામાં આંશલ યુપીએસસી કરી દેશની સેવા કરવા ઈચ્છે છે. જેની તૈયારી તેણી કરી રહી છે. આંશલની મહેનત ઉપરાંત સ્કુલનો ખુબ સહયોગ રહ્યો હતો. વિદ્યાર્થીના ડાઉટને શિક્ષક સ્ટાફ ઘરે આવી ઉકેલ લાવતા હતા.

આંશલએ ટયુશન વગર પોતાની મહેનતે શ્રેષ્ઠ પરિણામ હાંસલ કયુર્ં છે. આંશલના પરિણામથી બોરીચા પવિવાર ગૌરવ અનુભવે છે. આંશલના પિતા એડવોકેટ અને શહેર કોંગ્રેસ પ્રમુખ છે. અને માતા કાજલબેન ગૃહિણી છે. તેની આ સિધ્ધિ બદલ પરિવારજનો, જ્ઞાતિજનો અને શુભેચ્છકો દ્વારા ખુબ શુભકામનાઓ મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com