ગુજરાતમાં હમણાં એક મહિના પહેલા રાજપૂત સમાજ વિશે ટિપ્પણી કરવા બદલ આખા ગુજરાતમાં રાજપૂત સમાજનો રોષ ફાટી નીકળ્યો હતો, ત્યારે આજરોજ પરશુરામ જન્મોત્સવ ની ઉજવણી થવાની છે, ત્યારે બ્રહ્મ સમાજ દ્વારા ઠેર-ઠેર બેનરો લગાવીને ઉજવણી કરવા તડામાર તૈયારીઓ આરંભ્યા બાદ કોઈ ટીખ્ખણખોર, હરામખોર, નફ્ફટ દ્વારા લોકોની લાગણીને ઠેસ પહોંચાડવા આ કૃત્ય કર્યું હોવાનું દેખાઈ આવે છે, અને ટાર્ગેટ ફક્ત ને ફક્ત બ્રહ્મ સમાજના બેનરોને બનાવવામાં આવ્યા છે, ત્યારે આ બેનરોમાં ખટાક-ખટાક અંડર બ્રિજ પાસે લગાવેલા તે બેનરો ઉપર લાઇટર કે મીણબત્તીથી ફોટા બાળવામાં આવ્યા છે, ત્યારે ઉમિયા મંદિર, ઘ-૫, GJ-18, કોર્ટ પાસે પણ બેનરોને આગ ચંપીથી લઈને બ્લેડથી પોસ્ટરો ફાળવવામાં આવ્યા છે,
શહેરમાં બેનરો પર થયેલા કૃત્યને અનેક લોકોએ વખોડી કાઢ્યું છે, ત્યારે બ્રહ્મ સમાજના અગ્રણી એવા અશ્વિન ત્રિવેદી, સુનિલ ત્રિવેદીથી લઈને તમામ ટીમે આ મુદ્દે પોલીસ અધિક્ષક ને મળીને જે આ કૃત્ય કરનારને પકડી લેવા રજૂઆત કરી છે, ત્યારે આજે પરશુરામ જયંતિ નિમિત્તે ભવ્ય શોભા યાત્રા, સાંજે લોકડાયરો હતો, અને બ્રહ્મ સમાજનો જે તહેવારના દિવસે જ આ કૃત્યથી બ્રહ્મ સમાજમાં ખૂબ જ રોષની લાગણી ફેલાઈ છે, અનેક કાર્યક્રમોમાં આ મુદ્દે ત્યારે ચર્ચાસ્પદ બન્યું છે,
બોક્સ
– શહેરમાં કોઈ નફ્ફટ, હરામખોરે સમાજની લાગણી દુભાવવા અને વૈમનસ્ય ફેલાવવા આ કૃત્ય કર્યું હોય તેવું લાગે છે, ત્યારે સમાજના આગેવાનોથી લઈને તમામ બેનરો ઉપર મીણબત્તી કે લાઇટર થી બેનરોમાં આગેવાન ના ફોટાઓને સળગાવવામાં આવ્યા છે, ત્યારે પરશુરામ દાદા ના બેનર ઉપર પણ આ કૃત્ય કરવામાં આવતા શહેરમાં હાહાકાર મચી ગયો છે,
– ઘ-પ, ઉમિયા મંદિર પાસે, GJ-18 કોર્ટ પાસે બેનરોને બ્લેડ મારીને સળગાવવાની કોશિશ કરેલ હોવાનું સ્પષ્ટ દેખાઈ આવે છે,