સૌરાષ્ટ્રના પટેલ નેતા દિલીપ સંઘાણી આજે સતત બીજી વખત ઇફ્કોના ચેરમેન બન્યા 

Spread the love

સૌરાષ્ટ્રના દિગ્ગજ આગેવાન અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડીયા કુલ 180 મત માંથી 113 મત મેળવીને વિજયી થયા

અમદાવાદ

દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફ્કોના ડિરેક્ટરોની ચૂંટણીએ ગુજરાત ભાજપમાં આંતરિક જૂથવાદને સપાટી પર લાવ્યો છે. ગુજરાત ભાજપના બે દિગ્ગજ નેતાઓ વચ્ચેની આ લડાઇ વચ્ચે સૌરાષ્ટ્રના પટેલ નેતા દિલીપ સંઘાણી સતત બીજી વખત ઇફ્કોના  આજે વિધિવત રીતે ફરી ચેરમેન બન્યા છે.દિલ્હીમાં ગઈકાલે ઇફ્કો ભવન ખાતે કુલ 21 ડિરેક્ટર માટેની ચૂંટણીમાં 14 અગાઉ બિનહરીફ થયા હતા અને 7 માટેની ચુંટણી થઈ હતી તેમાં એક માત્ર ગુજરાતની બેઠક માટે ભાજપે અમદાવાદના બિપીન પટેલનો મેન્ડેડ આપ્યો હતો.પાર્ટીના આ આદેશ સામે સૌરાષ્ટ્રના દિગ્ગજ આગેવાન અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડીયા કુલ 180 મત માંથી 113 મત મેળવીને વિજયી થયા હતા. જેથી ભાજપના સત્તાવાર ઉમેદવારની હાર થઈ.સહકારી વર્તુળોના જણાવ્યા મુજબ જેમના નામનો મેન્ડેડ અપાયો હતો તે પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલની નજીકના છે, અને અમિત શાહ જૂથના છે આમ છતાં રાદડીયાએ મચક આપી નહિં અને ઉમેદવારી ફોર્મ પાછું ખેંચ્યુંન હતું. કુલ 182 મત માંથી 98 મત સૌરાષ્ટ્રના હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com