આ ઈ-મેલ mail.ru.ડોમઇન પરથી આવેલ જે એક તૌહિદ લિયકાત નામના ઇસમે પોતાની ઓળખ ધારણ કરી ચૂંટણી દરમ્યાન ચૂંટણીની પ્રક્રીયા કરનાર તથા મતદારોમાં અને ભારતીય નાગરીકોમાં ભય તથા અફવાનો માહોલ ફેલાય તે ઉદેશથી જુદા-જુદા માધ્યમથી ઇસમે ઓનલાઇન તમામ શાળાઓની યાદી શોધી તે તમામ શાળાઓના ઇ-મેલ ઉપર ધમકી ભર્યા ઇ-મેલ મોકલેલ :હાલમાં સ્ટેટ આઈ.બી.,એ.ટી.એસ.,સેન્ટ્રલ આઈ.બી., NTRO & RAW વિગેરે એજન્સીના સંપર્કમાં રહી આગળની તપાસ ચાલુ
અમદાવાદ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ જેસીપી શરદ સિંઘલે જણાવ્યું હતું કે, શહેરમાં 36 સ્કૂલમાં ઈમેલ મળ્યાની તપાસ કરવામાં આવી હતી. શંકાસ્પદ ન મળ્યું હોવાથી ઇ-મેઇલ અફવા જાહેર કરાઈ હતી. ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર સેલે તપાસ શરૂ કરી છે. ટેકનિકલ તપાસ કરવામાં આવી હતી.ગઇ તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ ગુજરાત રાજયમાં લોકસભા- ૨૦૨૪ની ચૂંટણી યોજાયેલ તેમજ ભારત દેશના માનનીય વડાપ્રધાનશ્રી તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદ શહેરમાં મતદાન કરવા માટે આવેલ હતાં. જે પૂર્વે તા. ૦૬/૦૫/૨૦૨૪ ના રોજ અમદાવાદ શહેર વિસ્તારની કુલ-૩૨ શાળા તથા અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની કુલ -૦૪ શાળાઓ મળી કુલ્લે- ૩૬ શાળામાં બોમ્બ વિસ્ફોટ કરવા અંગેના ધમકી ભર્યા ઇ-મેલ આવતાં શાળાઓ તરફથી પોલીસ વિભાગમાં જાણ કરવામાં આવેલ. જેમાંથી મોટાભાગની શાળામાં ચૂંટણીના બુથ પણ આવેલ હતાં. અમદાવાદ શહેરના પોલીસ કમિશનરશ્રી તથા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓએ બોમ્બ વિસ્ફોટના ધમકીભર્યા ઈ-મેલ બાબતે તમામ શાળામાં BDDS,DOG સ્કોડ, સાયબર ક્રાઈમની ટીમો દ્વારા ચેકીંગ કરવવામાં આવ્યું. કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવેલ નથી.જેનાથી ફલિત થાય છે કે માત્ર લોકોમાં ભયનો માહોલ ફેલાવા માટે જ આ મેલ કરવામાં આવેલ હતો. જેથી માનનીય ડીજીપી તેમજ સી.પી. દ્વારા લોકોમાં અપીલ કરવામાં આવેલ હતી કે ખોટા ભયમાં આવવું નહીં.આ બાબતે તપાસ કરતા જાણવા મળેલ કે આ ઈ-મેલ mail.ru.ડોમઇન ઉપરથી કરવામાં આવેલ હતો. જેમાં એક તૌહિદ લિયકાત નામના ઇસમે પોતાની ઓળખ ધારણ કરી ચૂંટણી દરમ્યાન ચૂંટણીની પ્રક્રીયા કરનાર તથા મતદારોમાં અને ભારતીય નાગરીકોમાં ભય તથા અફવાનો માહોલ ફેલાય તે ઉદેશથી જુદા-જુદા માધ્યમથી સદર ઇસમે ઓનલાઇન તમામ શાળાઓની યાદી શોધી તે તમામ શાળાઓના ઇ-મેલ ઉપર ધમકી ભર્યા ઇ-મેલ મોકલેલ હતાં.આ વસ્તુ તેમણે જુદી-જુદી સોશીયલ મીડીયા પ્લેટફોમ થકી જેમ કે “ICQ, Snap-chat, Twitter, Roblex”પર જુદી જુદી ઓળખ ઉભી કરી મેસેજ કરેલ. સદર મેસેજ ની અત્રેથી વધુ તપાસ કરતા જાણવા મળેલ કે તૌહિદ લિયકાત નામની ઓળખ આપેલ તે બીજી ઓળખ હમાદ જાવેદ નામ ધારણ કરેલ છે. ઉપરોક્ત નામથી ઓપરેટ કરવામાં આવી રહેલ છે તે વ્યક્તિ પાકિસ્તાન ખાતેના ફેસલાબાદ નામના જીલ્લામાંથી ઓપરેટ કરે છે.આ આરોપીનું નામ એક બીજી એજન્સી દ્વારા હનીટ્રેપની તપાસ દરમ્યાન ખુલેલ છે. હાલમાં સ્ટેટ આઈ.બી.,એ.ટી.એસ.,સેન્ટ્રલ આઈ.બી., NTRO & RAW વિગેરે એજન્સીના સંપર્કમાં રહી આગળની તપાસ ચાલુ છે.