રહી રહી ને હવે કાછડીયા બગડ્યા, કહ્યું, કોંગ્રેસ કે આપમાંથી આવનારને બપોરે હોદ્દો મળી જાય છે

Spread the love

અમરેલી લોકસભા બેઠક પર સતત ત્રણ ટર્મથી સાંસદ રહેલા નારણ કાછડિયાની 2024માં ટિકિટ કપાતા ચૂંટણી પહેલાં જ નારાજ થયા હતા. જો કે, ભાજપે જે તે સમયે તો ગમેતેમ કરી ડેમેજ કંટ્રોલ કરી ઘીના ઠામમાં ઘી પડી ગયું હોવાની ચિત્ર ઊભું કર્યું હતું. પરંતુ, ચૂંટણી પૂર્ણ થતાં જ નારણ કાછડિયાએ ફરી પોતાની નારાજગી વ્યક્ત કરી છે. અમરેલી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારની પસંદગીને લઈ બળાપો ઠાલવતા કહ્યું હતું કે, પાર્ટીએ જે સિલેકશન કર્યું છે તે અમરેલીની 23 લાખની વસતી અને સાડા સત્તર લાખ મતદારોનો દ્રોહ કર્યો છે. કહ્યું જે થેંક્યુ ન બોલી શકે એવી વ્યક્તિને પાર્ટીએ ટિકિટ આપી. આ સિવય પણ કાછડિયાએ ભાજપના કાર્યક્રમમાં ટ્વેન્ટી ટ્વેન્ટી અંદાજમાં પોતાની જ પાર્ટીને ઘેરી હતી.

અમરેલીમાં સતત ત્રણ ટર્મ સાંસદ રહેલા નારણ કાછડિયાએ આજે ભાજપના કાર્યક્રમમાં પોતાની જ પાર્ટીને આડેહાથ લીધી હતી. કાછડિયાએ કહ્યું હતું કે, પાર્ટીએ મને ત્રણ વાર ટિકિટ આપી તેના માટે હું પાર્ટીનો આભારી છું. મને કોઈ રંજ નથી. પરંતુ, તમે જે સિલેક્શન કર્યું છે તે અમરેલીની 23 લાખની વસતી અને 17.5 લાખ મતદારોનો દ્રોહ કર્યો છે. ભાજપે દ્રોહ કર્યો છે.

કાછડિયાએ વધુમાં કહ્યું હતું કે, દિલીપ સંઘાણી હતા, મુકેશ સંઘાણી હતા, ડો. કાનાબાર હતા, હિરેન હિરપરા, કેશુભાઈ નાકરાણી જેવા ભાજપ પાસે અનેક મજબૂત ચહેરા હતા. પરંતુ, જે વાત ન કરી શકે, ગુજરાતીમાં ઈન્ટરવ્યૂ ન આપી શકે એવી વ્યક્તિને ટિકિટ આપીને તમે ભાજપના કાર્યકર્તાનો દ્રોહ કર્યો છે. એ કહેવામાં મને જરા પણ અતિશયોક્તિ નથી.

લોકસભા ચૂંટણી પહેલાં ભાજપ દ્વારા ભરતી મેળો શરૂ કરવામાં આવ્યો હતો. ગુજરાતની એકપણ બેઠક એવી નહીં હોય કે જ્યાં ભાજપે વિપક્ષમાંથી આવેલા લોકોને પ્રવેશ નહીં અપાવ્યો હોય. ભાજપની આ નીતિની પણ કાછડિયાએ ટીકા કરી હતી. કાછડિયાએ કહ્યું હતું કે, કોંગ્રેસ કે આપમાંથી સવારમાં આવે, બપોરે હોદ્દો મળે, બીજા દિવસે કેબિનેટ મંત્રીના પદ મળે, સંગઠનના પદ મળે, ધારાસભ્યની ટિકિટ મળે તો ભાજપના સાંસદ તરીકે પાર્ટીમાં રહો તેનો અમને કોઈ વાંધો નથી. આપણે સરવાળો કરવાનો છે બાદબાકી નહીં પણ ભાજપના કાર્યકર્તાના ભોગે નહીં. ભાજપનો કાર્યકર્તા 35-35 વર્ષથી ભાજપના ઝંડા લગાવતો હોય, નારા લગાવતો હોયો અને કાલે સવારે જેને લાવો તે સ્ટેજ પર બેસતો હોય અને સિનિયર કાર્યકર્તા સામે બેસે તે કેટલે અંશે વાજબી છે?

કાછડિયાએ કહ્યું, આપણી પાસે આટલી મોટી ફોજ છે સામે કશું જ નથી છતાં પણ આપણને હંફાવે છે. તેની પાછળનું પણ કંઈક કારણ છે. આપણી પાસે આટલી વિશાળ કાર્યકર્તાની ફોજ છે, સત્તા છે બધી જ વ્યવસ્થા છે. અમરેલી લોકસભામાં દોઢ લાખ મત ઓછા પડ્યા છે તેનું કારણ છે મતદારોની નિરસતા અને કાર્યકર્તાઓની ઉદાસીનતા. એટલા માટે કે તમે જે કરી રહ્યા છો તે કાર્યકર્તાઓને નારાજ કરીને કરી રહ્યા છો. 2019માં આપણી પાસે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા નહોતી, એકપણ ધારાસભ્ય નહોતો છતાં આપણે 2 લાખ કરતાં વધુ મતથી જીત્યા હતા. આજે આપણી પરિસ્થિતિ આવી છે તેની પાછળનું પણ કંઈક કારણ છે.

કાછડિયાએ ભાજપના કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું હતું કે, તમે કોઈ ચિંતા ન કરતા, તમે કોઈ ટેન્શન ન લેતા ગમે તેવું કામ હશે રાતના 2 વાગ્યે પણ તમારું કામ થશે. મને ઘણું કહેવામાં દુઃખ થાય છે પણ નાછૂટકે મારે કહેવું પડે છે. ભાજપના કાર્યકર્તાને ઊભો કરતા 10 વર્ષ લાગે જ્યારે કાર્યકર્તાને તોડતા પાંચ મિનિટ લાગે. કાર્યકર્તાને કોઈ ધમકી આપીને તોડવાની કોશિશ ન કરે. ઘણાને ધમકી આપતા હતા. આમ નહીં કરો તો આમ કરી નાખીશું. પોલીસની ધમકી કોઈ કાર્યકર્તાને નહીં આપવાની. આપણે કોઈથી ડરવાનું નથી.

ભરત સુતરિયાના નામને લઈ શરૂઆતમાં જ નારાજગી હતી અમરેલી લોકસભા બેઠક પર સતત ત્રણ ટર્મથી સાંસદ રહેલા નારણ કાછડિયાની ટિકિટ કાપી જ્યારે ભરત સુતરિયાને ટિકિટ આપવામાં આવી ત્યારે જ અમરેલી ભાજપનો જૂથવાદ સપાટી પર આવી ગયો હતો. મામલો એટલો ઉગ્ર બન્યો હતો કે કાર્યકર્તાઓ વચ્ચે વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. જો કે, જે તે સમયે ભાજપે ડેમેજ કંટ્રોલ કરી લીધું હતું અને તમામ નેતાઓને એકમંચ પર લાવી દીધા હતા.

અમરેલી લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરે કાછડીયાના નિવેદન બાદ તેમને અભિનંદન પાઠવ્યા હતા. કહ્યું હતું કે, હું ભાજપના પૂર્વ સાંસદને હ્રદયપૂર્વકના ધન્યવાદ અને અભિનંદન પાઠવું છે. કારણ કે તે લોકોની સામે સત્ય લાવ્યા કે, ભાજપની અત્યારની આંતરિક પરિસ્થિતિ શું છે? હાથના કર્યા હૈયે વાગે છે. આ એ જ ભાજપ છે જેને કોંગ્રેસને ભાંડવામાં કંઈ બાકી નથી રાખ્યું. ભાજપના નેતાઓ કોંગ્રેસ પાર્ટી અંગે જે નિવેદનો કરતા હતા તે હવે ભાજપની સ્થિતિને લઈને પણ નિવેદન આપે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com