GTના કેપ્ટન શુભમન ગિલ (104 રન)એ IPL ઈતિહાસમાં 100મી સદી ફટકારી હતી. ગિલ બાદ સાઈ સુદર્શન (103 રન)એ પણ પોતાની કારકિર્દીની પ્રથમ સદી પૂરી કરી હતી.
ફોટો : અશોક રાઠોડ
અમદાવાદ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગઈકાલે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ મેચ રમાઈ જેમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નાઇ ને 35 રનથી હરાવ્યું હતું. ગુજરાતે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 231 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 196 રન જ બનાવી શકી હતી.GTના કેપ્ટન શુભમન ગિલ (104 રન)એ IPL ઈતિહાસમાં 100મી સદી ફટકારી હતી. ગિલ બાદ સાઈ સુદર્શન (103 રન)એ પણ પોતાની કારકિર્દીની પ્રથમ સદી પૂરી કરી હતી.
બંનેએ 210 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. CSK તરફથી તુષાર દેશપાંડેએ 2 વિકેટ લીધી હતી. ગુજરાત ટાઇટન્સ જીત બાદ ટેબલમાં 10 પોઇન્ટ સાથે આઠમા ક્રમે પહોંચી ગયું છે. ચેન્નઈની હારથી દિલ્હી લખનઉ અને બેંગલોર ની આશાઓ પણ જીવંત રહી છે.ગુજરાત ટાઇટન્સ ની હજુ બે મેચ બાકી છે જે 13 મીએ કલકત્તા સામે અને હૈદરાબાદ સામે રમવાની છે જો બંને મેચ ગુજરાત ટાઇટન્સ જીતે તો ૧૬ પોઇન્ટ થાય. આમ ગુજરાતની પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત છે. ગઈકાલની મેચમાં ગુજરાત ટાઇટન્સના સમર્થકોની સરખામણીમાં ચેન્નાઇના મહેન્દ્રસિંહ ધોનીના ક્રિકેટ ચા કોના લીધા સ્ટેડિયમમાં ચેન્નાઈને સમર્થન પણ મળ્યું હતું. મહેન્દ્રસિંહ ધોની લિજન્ડ્સ ડોન્ટ રીટાયર ફ્રોમ હાર્ટ , જનમ સે ગુજરાતી દિલ સે ધોની જેવા બેનેરો ક્રિકેટ ચાહકો સ્ટેડિયમમાં લઈને આવ્યા હતા. સ્ટેડિયમમાં પીળા કલરની ટીશર્ટ વધુ દેખાઈ હતી. ધોની ધોની બૂમના નારા દર્શકોએ લગાવ્યા હતા પરંતુ ચેન્નઈ ની ટીમ હારી જવાથી ધોનીના ચાહકો નારાજ પણ થયા હતા.
IPL 2024 ની બાકીની મેચોનું શેડ્યૂલ