નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલુ મેચમાં ભાવનગરનો ફેન અચાનક ધોની પાસે ધસી આવ્યો અને પગે લાગ્યો

Spread the love

નબળી સુરક્ષા સામે આવી ,સુરક્ષામાં મોટી ચૂક જોવા મળી

અમદાવાદ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફરી એકવાર નબળી સુરક્ષા સામે આવી છે. ગઈકાલે સ્ટેડિયમમાં સીએસકે અને ગુજરાત વચ્ચે ચાલી રહેલી મેચમાં સુરક્ષામાં મોટી ચૂક જોવા મળી હતી. ચાલુ મેચમાં એક ફેન અચાનક ધોની પાસે ધસી આવ્યો હતો. તે ધોનીના પગે લાગ્યો હતો. ત્યારે અમદાવાદ પોલીસે ભાવનગરના આ ફેનને પકડી લીધો હતો. આ ઘટનાને પગલે જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવાશે.નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા તોડીને ફેન ધોની પાસે પહોંચ્યો અને તેના પગે પડ્યો. એટલું જ નહિ, આ ફેનએ ધોનીના પગને સ્પર્શ કર્યો હતો. આ પછી ફિલ્ડ સિક્યોરિટી કર્મીઓ પહોંચ્યા અને તે વ્યક્તિને મેદાનની બહાર લઈ ગયા. આ ફેનના આવવાના કારણે મેચ થોડીવાર માટે રોકી દેવામાં આવી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ફરી એકવાર ધોનીના ચાહકોની આવી દિવાનગી જોઈને વિશ્વ ક્રિકેટ ચોંકી ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com