અમદાવાદ
અમદાવાદ માધુપુરા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. પાર્ટ ‘એ” ૧૧૧૯૧૦૧૦૨૪૦૩૨૨/૨૦૨૪ ધી ઇપીકો કલમ ૩૨૪, ૩૨૩ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫(૧) મુજબના ગુનાની વિગત મુજબ તા.૦૩/૦૫/૨૦૨૪ ના રોજ ફરીયાદી દિલ્હી દરવાજા, ઘાભા બજાર ખાતે આવેલ ભાવના ફર્નીચરની દુકાનની બાજુમાં રોડ ઉપર બેસી જુના કપડાનુ વેચાણ કરતા હતા આ વખતે સાંજના પાંચ વાગ્યાના સમયે તેના પતિ આરોપી મહેશભાઈ ગોવિંદભાઇ ચુનારા રહે. ગોઝારીયાની પોળ, હલીમની ખડકી, શાહપુરનો ફરીયાદી પાસે આવી તુ આડા ધંધા કરે છે. તારે તારા પીયરમાં જવાનુ નહી, તારા પીયર વાળા સાથે સબંધ રાખવાનો નહી. તેમ કહી ફરીયાદી ઉપર ખોટો શક વહેમ રાખી, ફરીયાદી સાથે બોલાચાલી ઝઘડો કરી, ફરીયાદીને ગડદાપાટુનો માર-મારી, ફરીયાદીને ગળાના ભાગે તથા પીઠના ભાગે છરીના ઘા મારી ઇજાઓ કરી ભાગી ગયેલ હતો. જે મળી આવતો ન હતો અને વોન્ટેડ રહેલ હતો. આુ ગુનામાં વોન્ટેડ રહેલ આરોપી અમદાવાદ શહેર વિસ્તારમાં છુપાતો ફરતો હોય, જે વાસણા, ભાઠા ગામ, ઔડાના મકાન પાસે આવનાર હોવાની માહિતી મળતા વોચ ગોઠવી આરોપી મહેશભાઇ ગોવિંદભાઈ ચુનારા ઉ.વ.૪૭, રહે. ગોઝારીયાની પોળ, હલીમની ખડકી, શાહપુરને તા.૧૧/૦૫/૨૦૨૪ ના રોજ વાસણા, ભાઠા ગામ, ઔડાના મકાન પાસેથી ઝડપી પાડી માધુપુરા પોલીસ સ્ટેશનના ઉપરોક્ત ગુનામાં અટક કરવા સોપવા તજવીજ કરવામાં આવેલ છે.
આરોપીનો ગુનાહિત ઇતિહાસ:
(૧) શાહપુર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૪૧/૨૦૧૮ ધી ઇપીકો કલમ ૩૨૫, ૩૨૩, ૪૯૮(ક) મુજબ.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ:
પો.ઇન્સ. શ્રી પી.કે.ગોહિલ.
પ.સ.ઇ. શ્રી વાય.જે.અંજારીયા.
હેડ.કોન્સ. લક્ષ્મણસિંહ ગોવિંદસિંહ બ.નં.૪૬૦૪. પો.કોન્સ. જીતેન્દ્રસિંહ ધીરસંગભાઇ બ.નં.૮૦૫૭