આગામી 5 દિવસમાં રાજ્યનાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. 12 થી 16 મે વચ્ચે રાજ્યનાં વાતાવરમાં પલટો જોવા મળશે. વડોદરા સહિત મધ્ય ગુજરાતનાં વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.. અમદાવાદનાં કેટલાક ભાગોમાં પણ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાંધીનગર શહેર અને જીલ્લામાં હવામાન પલટો આવ્યો આવશે.ઉત્તર ગુજરાતનાં મહેસાણા અને બનાસકાંઠામાં આગામી 4 દિવસમાં ગાજવીજ સાથે વંટોળની આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા હવામાનને લઈ મોટી આગાહી કરી છે. ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો જોવા મળશે. જેમાં કચ્છનાં પણ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરતનાં વાતાવરણમાં પણ આગામી 4 દિવસ પલટો જોવા મળશે.
તા. 12 થી 16 દરમ્યાન વડોદરાનાં ભાગો, મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર તેમજ ઉત્તર ગુજરાતનાં અનેક ભાગોમાં વરસાદ પડશે. આ ઉપરાંત સમી, હારીજ વિસ્તારમાં પલટો આવશે. તેમજ સુરતનાં પણ કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. તેમજ પ્રિ મૌન્સુન એક્વીટીનો વરસાદ થઈ શકે છે. તેમ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું.
મધ્ય ગુજરાતમાં 44 ડિગ્રીથી વધુ તાપમાન રહી શકે છે. ઉત્તર ગુજરાતમાં તાપમાન 43 ડિગ્રી રહેશે. જેમાં પાલનપુર, થરાદ, ડીસા, કાંકરેજ, ઈકબાલગઢમાં ભારે પવન ફૂંકાશે. તેમજ કચ્છ, રાધનપુર, સાંતલપુરમાં ગરમીનું પ્રમાણ વધશે. તેમજ મહેસાણા, સમી, હારીજમાં ધૂળ ઉડવાની સાથે ગરમી વધશે. કૃતિકા નક્ષત્રનાં વરસાદી છાંટાથી ચોમસુ સારૂ રહેશે. રોહિણી નક્ષત્રમાં રાજ્યમાં જુદા જુદા ભાગોમાં વરસાદ થશે.