વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંગાળમાં એક જનસભાને સંબોધતા મુખ્યમત્રી મમતા બેનરજી, તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ પશ્ચિમ બંગાળના બેરકપુરમાં જનસભાને સંબોધતા પાંચ ગેરંટી પણ આપી હતી.
PM મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું, “દેશની આઝાદી બાદ 50 વર્ષ સુધી કોંગ્રેસના પરિવારે જ સરકાર ચલાવી પરંતુ કોંગ્રેસ શાસનમાં પૂર્વ ભારતને માત્ર ગરીબી અને પલાયન જ મળ્યું. બંગાળ હોય, બિહાર હોય, ઝારખંડ હોય, ઓરિસ્સા હોય કે પછી આંધ્ર પ્રદેશ હોય, કોંગ્રેસ અને ઇન્ડિ અલાયન્સના પક્ષોએ પૂર્વ ભારતને પછાત જ છોડી દીધુ.”
વડાપ્રધાન મોદીએ કહ્યું, “2014માં તમે મોદીજીને તક આપી, મોદીએ નિર્ણય કર્યો કે તે દેશના પૂર્વ ભાગને વિકસિત ભારતનું ગ્રોથ એન્જિન બનાવશે.”
- PM મોદીએ કહ્યું, “આ પ્રથમ ગેરંટી છે કે જ્યાર સુધી મોદી છે ધર્મના આધાર પર અનામત નહીં આપવામાં આવે.”
- બીજી ગેરંટી છે કે, જ્યાર સુધી મોદી છે ત્યાર સુધી CAAને કોઇ રદ નહીં કરી શકે.
- ત્રીજી ગેરંટી છે કે જ્યાર સુધી મોદી છે રામનવમી મનાવવાથી કોઇ તમને રોકી નહીં શકે.
- ચોથી ગેરંટી છે કે જ્યાર સુધી મોદી છે રામ મંદિર પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને કોઇ પલટી નહીં શકે.
- પાંચમી ગેરંટી છે કે જ્યાર સુધઈ મોદી છે ત્યાર સુધી અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)નું અનામત ખતમ નહીં થાય