ગાંધીનગર ડો. વિવેક ભાવેના પત્ની રશ્મિ ભાવેની મર્ડર કેસ 11 વર્ષથી વણઉકલ્યો

Spread the love

ગાંધીનગરમાં પણ ચકચાર મચાવનાર ડો. વિવેક ભાવેના પત્ની રશ્મિ ભાવેની મર્ડરની તપાસ સ્થાનિક પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાંન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, સીઆઈડી, સીબીઆઇ તેમજ સીટ કરી ચૂકી હોવા છતાં 11 વર્ષથી મર્ડર મિસ્ટ્રી વણ ઉકેલ્યો છે.જેના પગલે સીબીઆઈએ આખરે સમરી રિપોર્ટ ભરીને મોકલતા અમદાવાદ ગ્રામ્ય કોર્ટની સીબીઆઈની ખાસ કોર્ટે મંજૂર રાખ્યો છે.

આમ પોલીસની ચાર એજન્સી અને દેશની ટોચની તપાસ એજન્સી સીબીઆઈ પણ મર્ડર કેસનો ભેદ ઉકેલવામાં નિષ્ફળ રહી છે.

ઉલ્લેખનીય છે કે, આ પ્રકરણમાં રશ્મિ ભાવેનાં પતિ ડો. વિવેક ભાવે તેમજ અન્યોનાં એસડીઆઈ ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા, પરંતુ આજદિન સુધી પડદો ઉચકાયો નથી કે ક્યાં કારણસર હત્યા કરાઈ હતી તે પણ બહાર આવી શકયું નથી.સીબીઆઈના અધિકારીએ કલોઝર રિપોર્ટમાં એો ઉલ્લેખ કર્યો છે કે, આ કેસમાં અત્યાર સુધી છ પીઆઈ, બે ડીવાયએસપી અને એક સીબીઆઈના પીઆઈએ તપાસ કરી હતી.

કલોઝર રિપોર્ટમાં એવો ઉલ્લેખ કર્યો છે કે, બનાવ સમયની શરૂઆતથી પ્રાથમિક તપાસમાં તપાસ કરનાર અધિકારીની તપાસમાં બેદરકારી અને નિષ્કાળજીના કારણે સાચો હત્યારો મળી શકેલ નથી.

આ ઘટનાને દસ વર્ષ ઉપરાંતનો સમય વિતી ગયો છે. સીબીઆઈ તરફથી તમામ મુદ્દાઓ ઉપર પુરતી તપાસ કરી છે. ત્યારે હવે પછી વધુ તપાસમાં કોઈ ફળદાયી હકીકતો મળી આવવાની સંભાવના જણાઈ આવતી નથી. આ કેસમાં તપાસ કરનાર અધિકારીએ જે શકદાર વ્યકિતઓ દર્શાવેલ છે, તેઓ બનાવમાં સાંકળતા કોઈ પ્રથમ દર્શનીય પુરાવા મળી આવેલ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com