અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે ગુજરાત ટાઇટન્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે રાત્રે 7:30 વાગે અમદાવાદમાં અંતિમ લીગ મેચ,T20 ચાન્સની ગેમ,લેન્થમાં બોલિંગ કરવી જરૂરી : ઉમેશ યાદવ

Spread the love

ગુજરાત ટીમ કેન્સર સામે લડાઈ માટે જાગૃકતા લાવવા આજે લવંડર જર્સીમાં રમશે,ગુજરાત માટે પ્લેઓફમાં પહોંચવા કોલકાતાને હરાવવું જરૂરી

અમદાવાદ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે ગુજરાત ટાઇટન્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે રાત્રે 7:30 વાગે અમદાવાદમાં અંતિમ લીગ મેચ રમાશે ગુજરાત માટે પ્લેઓફમાં પહોંચવા કોલકાતાને હરાવવું જરૂરી છે.કોલકાતા સામે રમ્યા બાદ ગુજરાત ટીમ હૈદરાબાદ જશે અને ત્યાં સનરાઈઝર્સ સામે પોતાની અંતિમ લીગ મેચ રમશે.

ગુજરાત ટાઇટન્સના પ્લેયર ઉમેશ યાદવે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે બાકીની બંને મેચો અમે પોઝિટિવ રીતે રમીશું અને સારા માર્જિનથી જીતવાની કોશિશ કરીશું. જે ટીમો પોઇન્ટ ટેબલમાં ટોપ ઉપર છે તેમાં કંઈ ચમત્કાર થાય અને અમે બંને મેચ જીતીએ તો પ્લેઓફમાં આવવાની તક મળી શકે છે. છેલ્લા બે વર્ષથી ટીમ સારો દેખાવ કરી જ રહી છે અને દરેક દિવસો સરખા હોતા નથી. લેન્થમાં બોલિંગ કરવી અત્યારે પણ જરૂરી છે. સ્ટંપ લાઈનમાં બોલ અને સ્વિંગ કરી શકાય તેવો પ્રયત્ન રહેશે. જેથી કરીને બેટ્સમેનને આઉટ કરી શકાય. T20 ચાન્સની ગેમ છે. દરેક બોલર વિકેટ લેવાની ઈચ્છા રાખે છે.કેન્સર સામે લડાઈ માટે જાગૃકતા લાવવા લવંડર જર્સીમાં રમશે.

ગુજરાતના સુકાની શુભમન ગિલે અગાઉ સીએસકે સામેની મેચમાં સદી ફટકારીને પોતાનું ફોર્મ પરત મેળવ્યું છે જે સારી બાબત છે.અમદાવાદમાં બેટ્સમેનને અનુકૂળ પિચ ઉપર કેકેઆર જો પ્રથમ બેટિંગ કરે છે તો તેણે 240 પ્લસનો સ્કોર નોંધાવવો પડશે. ગુજરાત ટાઈટન્સ આ મેચ જીતવા એડી ચોટીનું જોર લગાવશે તે નક્કી છે. પ્લે ઓફમાં હવે માત્ર ત્રણ સ્થાન બાકી છે અને રેસમાં સાત ટીમો હોવાથી ગુજરાત માટે કપરા ચઢાણ સાબિત થઈ શકે છે. જો કે ગુજરાતના સુકાની શુભમન ગિલે અમદાવાદમાં અગાઉની મેચ જીત્યા બાદ ગુજરાતને પ્લે ઓફમાં પહોંચાડવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ગિલના મતે ચમત્કાર થઈ શકે છે અને ટાઈટન્સ પ્લે ઓફમાં પ્રવેશ મેળવી શકે છે.ગુજરાત ટાઈટન્સ હાલમાં 10 અંક ધરાવે છે અને તે મહત્તમ 14 અંક મેળવી શકે છે. જ્યારે આ રેસમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (14), લખનૌ સુપર જાયન્ટ્સ (12), દિલ્હી કેપિટલ્સ (12) અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર (10) છે. ગુજરાત ટાઈટન્સનો નેટ રનરેટ (-1.063) નકારાત્મક હોવાથી તે રેસમાં સૌથી પાછળ છે. ગુજરાતની ટીમે કેકેઆર સામે જંગી સ્કોર ઉભો કરીને તેને સસ્તામાં આઉટ કરી પોતાનો નેટ રનરેટ સુધરવો પડશે અને જો આ ચમત્કાર તે કરી શકે છે તો જ તે પ્લે ઓફમાં દાવેદારી નોંધાવી શકશે. ગુજરાતની ટીમમાં પેસ બોલિંગ મુખ્ય નબળાઈ રહી છે. આ સિઝનમાં ગુજરાતના પેસર્સ ખાસ પ્રભાવ પાડી શક્યા નથી અને સાતત્યનો અભાવ રહ્યો છે. બીજીતરફ સ્પિનર્સ પણ વધુ ખર્ચાળ સાબિત થયા છે. ચેન્નાઈ સામેની મેચમાં બોલિંગમાં પ્રમાણમાં સુધારો જોવા મળ્યો હતો. કોલકાતા સામે પણ આ જ લયને આગળ જાળવી રાખવી પડશે.

અમદાવાદનું હવામાન કેવું રહેશે

અમદાવાદમાં સોમવારે આકરી ગરમી પડશે. મહત્તમ તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહેશે. જ્યારે સાંજે ગુજરાત અને કોલકાતા વચ્ચે મેચ શરૂ થશે ત્યારે તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસની આસપાસ ઘટી જશે. જેમ જેમ રાત નજીક આવશે તેમ તાપમાનમાં ઘટાડો થશે. રાત્રે ગરમીમાં ઘટાડો થશે પરંતુ ભેજનું પ્રમાણ વધશે જે રાત્રે 9 વાગ્યે 50 ટકા રહેશે. સોમવારે અમદાવાદમાં વરસાદની કોઈ શક્યતા નથી.

6 ટીમમાંથી કોની પાસે પ્લેઓફ રમવાની સૌથી વધુ તકો

IPL 2024માં 62 મેચ રમાઈ છે, પરંતુ કોલકાતા નાઈટ રાઈડર્સ સિવાય કોઈપણ ટીમનું પ્લેઓફ રમવું સંપૂર્ણપણે નિશ્ચિત નથી. અત્યારે પણ KKR સિવાય 6 એવી ટીમ છે જે ટોપ-4માં સ્થાન મેળવવાની રેસમાં છે. જેમાં રાજસ્થાન રોયલ્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ, દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ નો સમાવેશ થાય છે.IPLમાં રવિવારે બે મેચ હતી. પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે રાજસ્થાન રોયલ્સને હરાવ્યું હતું. બીજી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ દિલ્હી કેપિટલ્સને હરાવ્યું હતું. આ મેચ બાદ કોલકાતા નાઈટ રાઈડર્સ 9 મેચ જીતીને 18 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે. તે પ્લેઓફ રમશે તે નિશ્ચિત છે. હવે તેની નજર ટોપ-2માં જગ્યા બનાવવા પર છે.RRની ટીમ CSK સામે હાર્યા બાદ પણ પોઈન્ટ ટેબલમાં 16 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. તેનો રન રેટ 0.349 છે. તેની હજુ 2 મેચ બાકી છે. જો તે આમાંથી એક પણ જીતે છે, તો તે 18 પોઈન્ટ સાથે પ્લેઓફ રમવાનું નક્કી કરશે. પરંતુ જો તે બંને મેચ હારી જાય છે તો સમીકરણો તેને પરેશાન કરી શકે છે. કારણ કે અત્યારે CSK, SRH અને LSG ટીમો 16 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. જો આમ થશે તો RR, CSK, SRH અને LSGની માત્ર ત્રણ ટીમો આગળ વધશે. નેટ રનરેટ નક્કી કરશે કે તે ત્રણ ટીમ કોણ હશે. જો કે, આ સમગ્ર સમીકરણમાં RR માટે રાહતની વાત એ છે કે તેમનો રન રેટ પોઝિટિવ છે, જ્યારે LSG અને DCનો રનરેટ નેગેટિવ છે. આ તે બાબત છે જે RRને 16 પોઈન્ટ સાથે પણ પ્લેઓફમાં જગ્યા બનાવી શકે છે.

CSK માટે રસ્તો થોડો વાંકોચૂકો છે. જો તે તેની છેલ્લી મેચ જીતી જાય છે, તો તે 16 પોઈન્ટ સાથે પ્લેઓફમાં સ્થાન નિશ્ચિત કરશે. જો CSK તેની છેલ્લી મેચ હારી જાય છે તો તે મુશ્કેલીમાં આવી શકે છે. કારણ કે, CSK સિવાય SRH પાસે હાલમાં 14 પોઈન્ટ છે. જો CSK હારી જાય તો RCBના પણ 14 પોઈન્ટ થઈ જશે. DC અને LSG પણ 14 પોઈન્ટ મેળવી શકે છે. એટલે કે, જો તમે 14 પોઈન્ટમાં રહીને પ્લેઓફ માટે ક્વોલિફાય કરવા માંગતા હોવ તો નેટ રન રેટ વધુ સારો હોવો જોઈએ.

RCBની આગામી મેચ શનિવારે CSK સામે છે. RCBએ સતત 5 મેચ જીતી છે. આવી સ્થિતિમાં, જ્યારે તે તેના હોમ ગ્રાઉન્ડ પર CSKનો સામનો કરશે, ત્યારે તેનું પલડું ભારે હોઈ શકે છે. પ્લેઓફ ની સંભાવના વિશે વાત કરીએ તો, આ મેચ બેંગલુરુ માટે કરો યા મરો છે. જો RCB જીતશે તો તે 14 પોઈન્ટ સાથે પ્લેઓફની રેસમાં હશે. જો તે મેચ હારી જશે તો તેના માત્ર 12 પોઈન્ટ જ બચશે અને તે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે.

LSGની ટીમ 12 મેચમાં 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને છે. ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરનાર LSGનું પ્રદર્શન બીજા હાફમાં નબળું પડ્યું હતું. આ કારણોસર તેનો નેટ રનરેટ -0.769 થઈ ગયો છે. જોકે, આ ટીમ પ્લેઓફની રેસમાં છે. જો આ ટીમ તેની બાકીની બંને મેચ જીતી જશે તો તેના 16 પોઈન્ટ થઈ જશે. આ પ્લેઓફમાં તેનું સ્થાન લગભગ સુનિશ્ચિત કરશે. પરંતુ જો LSG ટીમ તેની બેમાંથી એક મેચ હારી જશે તો તે પ્લેઓફ માંથી બહાર થઈ જશે. તેનું કારણ નેગેટિવ રન રેટ છે. એવું નથી કે 14 પોઈન્ટ ધરાવતી ટીમ પ્લેઓફમાં જઈ શકતી નથી. એક ટીમ માત્ર 14 પોઈન્ટ સાથે પ્લેઓફમાં જાય તેવી પૂરી સંભાવના છે. પરંતુ માત્ર તે જ ટીમ 14 પોઈન્ટ સાથે પ્લેઓફમાં જશે, તેનો નેટ રન રેટ વધુ સારો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com