મહારાષ્ટ્ર સહિત દેશના ઘણા રાજ્યોમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. મહારાષ્ટ્રમાં વરસાદ જીવલેણ બન્યો છે અને એક અકસ્માતમાં 3 લોકોના જીવ ગયા છે.
મહારાષ્ટ્રમાં થયેલા આ મોટા અકસ્માતમાં 59 લોકો ઘાયલ થયા અને ત્રણ લોકોના મોત થયા છે. આ ઘટના ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પંતનગર ઘાટકોપર ઈસ્ટમાં બની.અહીં પોલીસ ગ્રાઉન્ડ પેટ્રોલ પંપ ઉપર એક મોટું હોર્ડિંગ અચાનક નીચે પડી ગયું.
હોર્ડિંગને કારણે 100થી વધુ લોકો ફસાઈ ગયા હતા. આ ઘટનામાં 54 લોકો ઘાયલ થયા છે.
આ મામલો ઘાટકોપરની સમતા કોલોનીનો છે. ઘાટકોપરની સમતા કોલોનીના રેલવે પેટ્રોલ પંપ પર મેટલનું બોર્ડ પડ્યું હતું. અહેવાલો અનુસાર, અકસ્માતમાં 59 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
આ અકસ્માતમાં ત્રણ લોકોના ગંભીર ઈજાના કારણે મોત નિપજ્યા. મુંબઈ ફાયર બ્રિગેડ દ્વારા ફસાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે અકસ્માત બાદ તપાસના આદેશ આપ્યા છે. BMCના જણાવ્યા અનુસાર, ઘાટકોપરમાં લગાવવામાં આવેલુ હોર્ડિંગ ગેરકાયદેસર હતું.
જણાવી દઈએ કે, EGO મીડિયા દ્વારા ચાર હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા. તેમાંથી એક પડી ગયુ છે, બાકીના ત્રણને હટાવવા માટે BMCએ નોટિસ આપી છે.
બીજી તરફ BMC એ આ મામલે કેસ નોંધાવ્યો છે. સેન્ટ્રલ રેલ્વે તરફથી પણ અકસ્માત અંગે નિવેદન આવ્યું છે. સીપીઆરઓ સ્વાનિલ નીલાએ જણાવ્યું કે, જ્યાં હોર્ડિંગ કરવામાં આવ્યું હતું તે જમીન GRP હેઠળ આવે છે. તે મધ્ય રેલવેની નથી.