કેનેડામાં ઈતિહાસની સૌથી મોટી ચોરી, એરપોર્ટ પરથી કરોડો ડોલરનું સોનું ચોરાઈ ગયું…

Spread the love

વિશ્વ ઈતિહાસમાં ચોરીઓની ઘટનાઓ તો બનતી હોય છે. પરંતુ આ એક દેશમાં ચોરીની એવી ઘટના બની કે આની નોંધ ઐતિહાસિક ગણતરીમાં મૂકી શકાય તેમ છે.

કેનેડા દેશના ટોરન્ટોમાં આવેલા મુખ્ય એરપોર્ટ પરથી કરોડો ડોલરના સોનાની ચોરી એવી સિફતપૂર્વક કરાઈ કે પોલીસ, તપાસ એજન્સીઓ પણ વિચારમાં પડી ગઈ અને કોઈને ખબર ન પડી કે આટલા કરોડો સોનું એને વિદેશી નાણાંનું આખે આખું કન્ટેનર એરપોર્ટથી ચોરોએ ગાયબ કરી નાંખ્યું છે.

કેનેડા દેશના ઈતિહાસની આ સૌથી મોટી ચોરી આશરે એક મહિના પહેલાં થઈ હતી. પરંતુ પાંચ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે ગત 17 એપ્રિલે એરપોર્ટથી નકલી દસ્તાવેજોને આધાર બનાવીને એક સિક્યોરિટી સ્ટોરેજ એજન્સીથી આખું કન્ટેનર ચોરી લેવાયું હતું. આ કન્ટેનરરમાં બે કરોડ 20 લાખ કેનેડિયન ડોલરથી વધુ કિંમતની સોનાના લગડી અને વિદેશી નાણું રાખેલું હતું. જેથી આની કુલ કિંમત તો કરોડો ડોલર કરતાં વધી ગઈ હતી. જો કે આ ચકચારી ઐતિહાસિક ચોરીમાં સંડોવાયેલ શખ્સો ભારતીય મૂળના હોવાનો આરોપ લગાવાઈ રહ્યો છે.

સોનું અને વિદેશી હૂંડિયામણ સ્વિટર્ઝલેન્ડના જ્યૂરિખથી ટોરન્ટો આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સુધી એર કેનેડાની વિમાન આવ્યું હતું. જ્યાં તરત સોના અને વિદેશી કરન્સી ધરાવતા કન્ટેનરને એક જુદા સ્થાને લઈ જવાયું હતું. એક દિવસ પછી પોલીસને આની ગાયબ થવાની સૂચના અપાઈ. જેવી સૂચના મળી કે પોલીસે આખા કેસની તપાસ શરૂ કરી દીધી હતી.

ચકચારી ચોરીની ઘટના બાદ પોલીસે જણાવ્યું કે છઠ્ઠી મેના રોજ કેનેડાના ટોરન્ટોના એરપોર્ટ પર આવેલા એક શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ઉપરાત

પોલીસના જણાવ્યા પ્રમાણે ચોરીની ઘટના માટે ચાલાક ચોરોએ ઘટનાને એવી રીતે ઠંડા કલેજે ચોરી કરી કે કોઈને પણ જરા અણસાર ન આવે. આ ચોરીમાં એર કેનેડાના ઓછામાં ઓછા બે પૂર્વ કર્મચારીઓએ મદદ કરી હતી. આમાંથી એકની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે બીજા શખ્સ સામે ધરપકડ વોરન્ટ ઈશ્યૂ કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com