અમદાવાદ
અમદાવાદ શહેર ગોમતીપુર પોલીસ સ્ટેશન ખાતે તા.૧૦/૫/૨૦૨૪ તથા તા.૧૧/૫/૨૦૨૪ ના રોજ અલ્તાફખાન ઉર્ફે અલ્તાફ બાસી પઠાણ તથા તેના સાગરીતો વિરૂધ્ધમાં અલગ અલગ ત્રણ ગુનાઓ દાખલ થયેલ છે
(૧) પાર્ટ એ- ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૮૨૪૦૪૨૪/૨૦૨૪, ઈ.પી.કો. કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૪૫૨, ૪૨૭, ૩૨૩, ૨૯૪(ખ), ૫૦૬(૨) જી.પી. એકટ કલમ ૧૩૫(૧) મુજબના કામે ફરીયાદીને તેનુ મકાન ખાલી કરાવવા માટે અલ્તાફ બાસી તથા તેના સાગરીતોએ હથિયારો સાથે ફરિયાદીના ઘરમાં પ્રવેશી, તોડફોડ કરી, માર મારી, ધમકી આપેલ. તે બાબતે ગુનો દાખલ થયેલ છે.
(૨) પાર્ટ એ – ગુ.ર.નં.૧૧૧૯૧૦૧૮૨૪૦૪૨૫/૨૦૨૪, ઈ.પી.કો. કલમ ૩૯૫, ૩૨૪, ૨૯૪(ખ), ૫૦૬(૨), ૪૫૨, ૪૨૭, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, જી.પી. એકટ કલમ ૧૩૫ (૧) મુજબના કામે ફરીયાદી તેઓની ભાડે આપેલ હેન્ડીક્રાફટની દુકાનમાં પાસે હાજર હતાં, તે સમય દરમ્યાન અલ્તાફ બાસીએ ફરિયાદીને “ચારતોડા કબ્રસ્તાનનો મશીહા બને છે”? “મારી વિરુધ્ધમાં ઉશ્કેરણી કરે છે ” ? તેવુ જણાવી તેણે તથા તેના સાગરીતોએ ફરીયાદી સાથે મારમારી કરી, મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયા ૧૨,૫૦૦/- ની લુંટ કરેલ. તે બાબતે ગુનો દાખલ થયેલ છે.
(૩) પાર્ટ બી – ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૮૨૪૦૪૨૬/૨૦૨૪, ઈ.પી.કો. કલમ ૨૯૪(ખ),૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫(૧) મુજબના ગુનાના કામે ફરીયાદીને અલ્તાફખાન ઉર્ફે અલ્તાફ બાસીએ ચારતોડા કબ્રસ્તાનવાળાનો પક્ષ લેતા હોવાનું જણાવી, તેણે તથા તેના સાગરીતોએ ફરીયાદીને મારી નાંખવાની ધમકીઓ આપેલ તે બાબતે ગુનો દાખલ થયેલ છે. આરોપી અલ્તાફખાન ઉર્ફે અલ્તાફ બાસી જબ્બારખાન પઠાણ વિરુધ્ધ નોંધાયેલ ત્રણ(૩)ગુનાઓમાં પોતાની ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો. ગુન્હાઓની ગંભીરતાને ધ્યાને લઇ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર એમ.એલ.સાલુંકે તથા તેમની ટીમ દ્વારા અલ્તાફખાન ઉર્ફે અલ્તાફ બાસી જબ્બારખાન પઠાણને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પોલીસ કમિશનર, અમદાવાદ શહેરના હુકમ અનુસાર ઉપરોકત ગુન્હાઓની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવેલ છે. હાલ પ્રથમ ગુનાની તપાસ પો.ઈ. પી.કે.ગોહિલ ધરી રહેલ છે.
આરોપી અલ્તાફખાન ઉર્ફે અલ્તાફ બાસી જબ્બારખાન પઠાણનો ગુનાહિત ઈતિહાસ
(૧) રખિયાલ પો.સ્ટે. ગુ.ર.નં. ૫/૧૯૯૩,ઈ.પી.કો. કલમ ૩૫૨, ૩૮૪, ૫૦૬, ૧૧૪ મુજબ
(૨) રખિયાલ પો.સ્ટે. ગુ.ર.નં. ૭૩/૧૯૯૪, ઈ.પી.કો. કલમ ૩૫૨, ૩૮૪, ૧૧૪ મુજબ
(૩) રખિયાલ પો.સ્ટે. ગુ.ર.નં. ૦૩/૨૦૦૧, ઈ.પી.કો. કલમ ૩૫૨, ૩૮૪, ૧૧૪ મુજબ
(૪) રખિયાલ પો.સ્ટે. ગુ.ર.નં. ૨૩/૨૦૦૨, ઈ.પી.કો. કલમ ૩૦૨, ૩૦૭, ૧૪૭, ૧૪૮, ૧૧૪ મુજબ
(૫) રખિયાલ પો.સ્ટે. ગુ.ર.નં. ૬૭/૨૦૦૨, ઈ.પી.કો. કલમ ૩૫૨, ૧૧૪, ૫૧૧ મુજબ
(૬) રખિયાલ પો.સ્ટે. ગુ.ર.નં. ૭૯/૨૦૦૫, ઈ.પી.કો. કલમ ૧૪૩, ૧૪૪, ૧૧૪ મુજબ
(૭) રખિયાલ પો.સ્ટે. ગુ.ર.નં. ૬૨/૨૦૧૦, ઈ.પી.કો. કલમ ૩૨૪, ૨૯૪(ખ), ૫૦૬(૧), ૧૧૪ તથા બી.પી એકટ ૧૩૫(૧) મુજબ
(૮) રખિયાલ પો.સ્ટે. ગુ.ર.નં. ૨૮/૨૦૧૪, ઈ.પી.કો. કલમ ૩૩૨, ૧૧૪ મુજબ
(૯) રખિયાલ પો.સ્ટે. સે.ગુ.ર.નં. ૩૧૧૭/૨૦૧૫, ઈ.પી.કો. કલમ ૧૮૬, ૫૦૬, ૨૯૪ (ખ) મુજબ
(૧૦) બાપુનગર પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૭/૨૦૦૨ ઇ.પી.કો કલમ ૩૮૪, ૧૧૪, ૫૧૧ મુજબ
(૧૧) બાપુનગર પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૦૨૧૨/૨૦૦૮ ઈ.પી.કો કલમ ૪૫૨, ૩૯૨, ૩૨૪, ૩૨૩,૨૯૪(ખ), ૧૧૪ તથા બી.પી એકટ ૧૩૫(૧) મુજબ
(૧૨) ગોમતીપુર પો.સ્ટે. ફ.ગુર.નં. ૪૯/૧૭ ઈ.પી.કો કલમ ૩૦૨, ૩૦૭, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯
(૧૩) ગોમતીપુર પો.સ્ટે. ફ.ગુર.નં. ૧૪૩૯/૨૦૨૩, ઈ.પી.કો કલમ ૧૪૩, ૧૪૭, ૨૯૪(ખ), ૩૨૩,૫૦૬(૨) મુજબ
(૧૪) ડી.સી.બી. પો.સ્ટે. પાર્ટ બી ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૧૨૩૦૦૧૭/૨૦૨૩ ઈ.પી.કો. કલમ ૫૦૭.
(૧૫) ગોમતીપુર પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૮૨૪૦૪૨૪/૨૦૨૪,ઈ.પી.કો. કલમ ૧૪૩, ૧૪૭,૧૪૮, ૧૪૯, ૪૫૨, ૪૨૭, ૩૨૩, ૨૯૪(ખ), ૫૦૬(૨) જી.પી. એકટ કલમ ૧૩૫(૧) મુજબ
(૧૬) ગોમતીપુર પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૮૨૪૦૪૨૫/૨૦૨૪,ઈ.પી.કો. કલમ ૩૯૫, ૩૨૪,૨૯૪(ખ), ૫૦૬(૨), ૪૫૨, ૪૨૭, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, જી.પી. એકટ કલમ ૧૩૫(૧)
(૧૭) ગોમતીપુર પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૮૨૪૦૪૨૬/૨૦૨૪, ઈ.પી.કો. કલમ ૨૯૪(ખ),૫૦૬(૨), ૧૧૪ જી.પી. એકટ કલમ ૧૩૫(૧)