આરોપી જયોતિબાલા
આરોપી પાસેથી રાજસ્થાનના કબ્જામાંથી મોબાઇલ ફોન નંગb1 કિ.રૂ.10,000તમામ મુદ્દામાલની કુલ કિ.રૂ.93,500 ના સાથે મળી આવી
અમદાવાદ
પોલીસ કમિશનર અમદાવાદ શહેર તથા સંયુકત પોલીસ કમિશનર, ક્રાઇમબ્રાંચ, તથા નાયબ પોલીસ કમિશનર, એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચ અમદાવાદમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા અસરકારક કામગીરી કરવા સૂચનાઓ કરેલ જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનર, એસ.ઓ.જી. ક્રાઇમબ્રાંચ તથા પોલીસ ઇન્સ્પેકટર એમ.બી.નકુમ તથા પોલીસ ઇન્સ્પેકટર એચ.વી.રાવલના સુપરવિઝન તથા માર્ગદર્શન આધારે સ્કોડના માણસોને મળેલ બાતમી હકિકત આધારે તા.૧૪/૦૫/૨૦૨૪ ના રોજ અમદાવાદ નરોડા, હંસપુરા, મુઠીયા ટોલટેક્ષ પાસે, શંખેશ્વર ટાઉનશીટ ના મ.નં-આઇ/૧૧૦૩ માંથી આરોપી જયોતિબાલા ડો/ઓ મોતીલાલ પ્રજાપત (પ્રજાપતિ) ઉ.વ.૨૫ હાલ રહે.મ.નં.આઇ/૧૧૦૩, શંખેશ્વર ટાઉનશીપ, મુઠીયા ટોલટેક્ષ પાસે, હંસપુરા, નરોડા, અમદાવાદ, મુળ રહે.ગામ-શાંકરોડા તા.ગીરવા થાના-પ્રતાપનગર જી.ઉદયપુર રાજસ્થાનના કબ્જામાંથી વગરપાસ-પરમીટનો ગેરકાયદેસરનો મેફેડ્રોનનો જથ્થો ૦૮ ગ્રામ ૩૫૦ મિલીગ્રામ જેની કુલ્લે કિ.રૂ.83,500 તથા મોબાઇલ ફોન નંગ-01 કિ.રૂ.10,000તમામ મુદ્દામાલ ની કુલ્લે કિ.રૂ.93,500 ના સાથે મળી આવી પકડાઇ ગયેલ હોય તેણીની વિરૂધ્ધ ડીસીબી પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૧૦૧૧૨૪૦૦૯૫/૨૦૨૪ ધી એન.ડી.પી.એસ. એક્ટ કલમ ૮(સી), ૨૧(બી) મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ જેની તપાસ શ્રી એમ.બી.ચાવડા, પો.સ.ઇ. કરી રહેલ છે.તેમજ ઉપરોક્ત જગ્યાએથી જીતેન્દ્ર બળદેવભાઇ પટેલ રહે. ૬૪, રાજપથ બંગ્લોઝ, સ્મૃતિ મંદિર પાસે, ઘોડાસર, અમદાવાદ શહેર નાનો ઇગ્લીંશ દારૂની બોટલો નંગ-૦૨ તથા બિયર નંગ- ૦૭ ની કિ. રૂ.૨૭૦૦/- સાથે મળી આવેલ હોય તેના વિરૂધ્ધ ડીસીબી પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૧૦૧૧૨૪૦૦૯૬/૨૦૨૪ પ્રોહીબીશન એક્ટ કલમ ૬૫(એ)(એ), ૧૧૬(બી) મુજબ કાયદેસર તપાસ થવા ફરીયાદ કરેલ છે. જેની તપાસ મ.સ.ઇ પરેશભાઇ લલ્લુભાઇ એસ.ઓ.જી ક્રાઇમ બ્રાંચ કરી રહેલ છે.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ
(૧) શ્રી એમ.બી.નકુમ, પો.ઇન્સ.શ્રી (રૂબરૂ ફરીયાદ)
(૨) શ્રી એચ.વી.રાવલ, પો.ઇન્સ.શ્રી (માર્ગદર્શન)
(૩) મ.સ.ઇ. પરેશકુમાર લલ્લુભાઇ
(૪) મ.સ.ઇ નરેન્દ્રસિંહ પોપટસિંહ (ફરીયાદી)
(૫) હે.કો. જયપાલસિંહ વિજયસિંહ
(૬) પો.કો. નરેન્દ્રસિંહ હઠીસિંહ (બાતમી)