એક નેતાને સ્ટેજ પર પ્રધાનમંત્રી મોદી સાથે બેસવાની ઈચ્છા હતી, બેસવા ના મળ્યું તો રિસાઈ ગયાં….

Spread the love

નેતાજી જબરા રીસાણા…આ કિસ્સો જાણીને એક તરફ તમને હસવું આવશે અને બીજી તરફ તમે વિચારમાં પડી જશો કે શું ખરેખર આવું પણ થઈ શકે ખરાં…સીએમ હોય કે પીએમ એમની સાથે ફોટો પડાવવો, એમની સાથે ઉભા રહેવું દરેકને ગમે. કારણકે, જાહેર જીવનની મોટી હસ્તીઓ સાથે ફોટા પડાવાથી લોકો પણ તમને કંઈક વિશેષ રીતે નોટિસ કરતા હોય છે. એ સ્વભાવિક વસ્તુ છે.

સામાન્ય લોકોની સાથે પક્ષના કાર્યકરોને આવી વિશેષ ઈચ્છા હોય એ પણ સમજી શકાય છે. આવી સ્થિતિમાં હાલમાં જ એક રેલી દરમિયાન બન્યો વિચિત્ર કિસ્સો. જાણીને તમે પણ અચરજમાં મુકાઈ જશો.

હાલ પીએમ મોદી લોકસભાની ચૂંટણીના પ્રચાર અર્થે વિવિધ રાજ્યોનો પ્રવાસ કરી રહ્યાં છે. એવામાં દરેક નાના-મોટા નેતા પોતાની રેલીમાં પીએમ મોદીની નજીક જવા ઈચ્છે છે. દરેકના પોતાના તર્ક હોય છે. પીએમ મોદીની નજીક ફોટો પડાવવાથી ઘણાં લોકોને મોટા ફાયદા પણ થતા હોય છે. અહીં હોદ્દા અને પાવરનો કમાલ હોય છે. એમાંય સામાન્ય વ્યક્તિની સરખામણીએ નેતાઓમાં પીએમ સાથે ફોટો પડાવવાની હોડ લાગતી હોય છે. જોકે, રેલી દરમિયાન આવા જ એક નેતાને સ્ટેજ પર પ્રધાનમંત્રી મોદી સાથે બેસવાની ઈચ્છા હતી. પરંતુ નેતાજીની આ ઈચ્છા પુરી ના થઈ શકી. સુરક્ષાનું કારણ હોય કે પછી અન્ય કોઈ કારણસર નેતાજીને પીએમ મોદીની સાથે સ્ટેજ પર બેસવાની જગ્યા ના મળી. મંચ પર મોદી સાથે બેસવાની જગ્યા ના મળી તો આ નેતાજીએ રીસાઈને ધરી દીધું રાજીનામું.

ઘણીવાર નેતાઓની સભાઓમાં સ્ટેજ તૂટવાની ઘટનાઓ બને છે. વીડિયો પણ વાયરલ થાય છે. હવે સ્ટેજ પર બેસવા માટે જગ્યા ન મળતા નારાજ એક નેતાએ રાજીનામું આપી દીધું છે. હા, રેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હતી. મોટા કાર્યક્રમોમાં નેતાઓને બેસવા માટે બે થી ત્રણ લેયર બનાવવામાં આવે છે. જોકે, શિવસેના શાંદે જૂથના નેતાને ક્યાંય સ્થાન મળ્યું નથી.

મહારાષ્ટ્રના કલ્યાણની વાત છે. વડાપ્રધાનની રેલી દરમિયાન સ્ટેજ પર સ્થાન ન આપવાથી નારાજ શિવસેનાના સ્થાનિક અધિકારી (એકનાથ શિંદે)એ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. થાણે જિલ્લાના કલ્યાણ-મુરબાડ વિધાનસભા ક્ષેત્રમાં પાર્ટી એકમના પ્રભારી અરવિંદ મોરેએ જણાવ્યું હતું કે સ્ટેજ પર સ્થાન ન મળવાના વિરોધમાં તેમણે તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે.

વડા પ્રધાન મોદીએ બુધવારે સાંજે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના પુત્ર અને કલ્યાણથી શિવસેનાના સાંસદ શ્રીકાંત શિંદેના સમર્થનમાં એક રેલીને સંબોધિત કરી હતી. એકનાથ શિંદેને લખેલા પત્રમાં, મોરેએ જણાવ્યું હતું કે શિવસેનાના દિવંગત નેતા (અને શિંદેના માર્ગદર્શક) આનંદ દીઘેના સમયમાં તેમણે મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી હતી અને પ્રોટોકોલ મુજબ, તેમને પ્રાઇમ દરમિયાન અન્યો સાથે સ્ટેજ પર હાજર રહેવાની તક આપવામાં આવી હતી. તેમને પણ મંચ પર અન્ય નેતાઓની જેમ પીએમ મોદીને મળવાનો તેમની સાથે બેસવાનો ચાન્સ મળવો જોઈતો હતો. તેમણે કહ્યું કે તેમનું નામ યાદીમાં ન હોવાથી તેઓ પાર્ટીમાં તેમના પદ પરથી રાજીનામું આપી રહ્યા છે.નાસિક રેલીમાં પીએમએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. જોકે, તે સમયે મંચ પર આ નેતાને સ્થાન ન મળવાથી નેતાજી નારાજ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com