ફ્રેન્ચ સરકારે બુધવારે ન્યૂ કેલેડોનિયામાં ઓછામાં ઓછા 12 દિવસ માટે કટોકટીની સ્થિતિની જાહેરાત કરી હતી. ત્યારબાદ ફ્રાન્સના અધિકારીઓએ ગુરુવારે સવારે કહ્યું કે ન્યૂ કેલેડોનિયાના બે એરપોર્ટ અને બંદરની રક્ષા કરતા સશસ્ત્ર દળોએ હિંસક રમખાણોની ત્રીજી રાત પછી તોફાનીઓનો સામનો કર્યો. તેમની કાર્યવાહીમાં ચાર લોકો માર્યા ગયા હતા.
ફ્રેન્ચ હાઈ કમિશનર લુઈસ લે ફ્રાન્કે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ટાપુ પરની ત્રણ નગરતેમણે કહ્યું કે 200 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 64 પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ ઘાયલ થયા છે. આંદોલનકારીઓ દ્વારા રસ્તા પર મુકવામાં આવેલા બેરીકેટ્સને કારણે લોકો માટે દવા અને ખાવાનું મેળવવા માટે વિકટ પરિસ્થિતિ સર્જાઈ રહી છે.
અગાઉ, ફ્રાંસ સરકારના પ્રવક્તા પ્રિસ્કા થેવેનોટે બુધવારે બપોરે પેરિસમાં કેબિનેટની બેઠક બાદ કટોકટી લાદવાના નિર્ણયની જાહેરાત કરી હતી. ફ્રેન્ચ મીડિયાના અહેવાલો અનુસાર, સોમવારથી અત્યાર સુધીમાં 200 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને 300 થી વધુ ઘાયલ થયા છે.
લોકો કેમ ગુસ્સે થયા?
ફ્રાન્સના મતદાર યાદીને વિસ્તૃત કરવાના પ્રયાસો સામે સોમવારે ન્યૂ કેલેડોનિયામાં વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા. ન્યુ કેલેડોનિયા ટાપુઓ સ્વતંત્રતા ઇચ્છતા મૂળ કનાકાઓ અને જેઓ ફ્રાંસનો ભાગ રહેવા માંગે છે તેઓ વચ્ચે દાયકાઓથી તણાવમાં છે.
પાલિકાઓમાં લગભગ 5,000 તોફાનીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
તેમણે કહ્યું કે 200 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 64 પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ ઘાયલ થયા છે. આંદોલનકારીઓ દ્વારા રસ્તા પર મુકવામાં આવેલા બેરીકેટ્સને કારણે લોકો માટે દવા અને ખાવાનું મેળવવા માટે વિકટ પરિસ્થિતિ સર્જાઈ રહી છે.
અગાઉ, ફ્રાંસ સરકારના પ્રવક્તા પ્રિસ્કા થેવેનોટે બુધવારે બપોરે પેરિસમાં કેબિનેટની બેઠક બાદ કટોકટી લાદવાના નિર્ણયની જાહેરાત કરી હતી. ફ્રેન્ચ મીડિયાના અહેવાલો અનુસાર, સોમવારથી અત્યાર સુધીમાં 200 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને 300 થી વધુ ઘાયલ થયા છે.
ફ્રાન્સના ગૃહ મંત્રાલયે મંગળવારે ન્યૂ કેલેડોનિયામાં પોલીસ મોકલી, જેનો લાંબા સમયથી જેલ તરીકે ઉપયોગ થતો હતો. રાજધાની વોમીયા અને તેની આસપાસ કર્ફ્યુ લાગુ હોવાથી અને સભા પર પ્રતિબંધ છત્તા પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે.