અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ
પ્રતિકાત્મક તસવીર
પોલીસ તંત્ર અને મ્યુ.કોર્પો વચ્ચે આડેધડ પાર્ક કરેલા વાહનો માટે દંડ વસુલવા બાબતે વિસંગતતા જોવા મળે છે:આડેધડ પાર્ક કરાયેલા ફોરવ્હિલર તથા ટુ વ્હીલર વાહનોને દંડ કરવા બાબતે અમદાવાદ મ્યુ.કોર્પો. દ્વારા એકસમાન પોલીસી તાકીદે બનાવવા કોંગ્રેસની માંગણી
અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ જણાવ્યું હતું કે આડેધડ પાર્ક કરાયેલા ફોરવ્હીલર તથા ટુ વ્હીલર વાહનોને દંડ કરવા પોલીસ તંત્ર અને મ્યુ.કોર્પો.ની એકસમાન પોલીસી બનાવવા માંગ કરી છે.અમદાવાદ શહેરમાં વાહન પાર્કિંગની સમસ્યા દિન-પ્રતિદિન વધતી જાય છે નગરજનોને પુરતી પાર્કિંગ ફેસીલીટી નહી મળતી હોવાને કારણે લોકો આડેધડ જ્યાં જગ્યા મળે ત્યાં પોતાના વાહનો પાર્ક કરે છે એક તરફ શહેરના વિવિધ રોડ પર આડેધડ પાર્ક કરાયેલા ફોર વ્હીલર વાહનોને લોક કરવામાં આવે છે અને ટુ વ્હીલર વાહનોને ટો કરવામાં આવે છે તે વાહનોને છોડવા તથા અનલોક કરવા માટે પોલીસ તંત્ર તથા મ્યુ.કોર્પો.ના તંત્ર દ્વારા દંડ વસુલવામાં આવે છે તે દંડ વસુલવા બાબતે કોઇ ચોક્કસ નીતી અમદાવાદ મ્યુ.કોર્પો. પાસે નથી.
પ્રતિકાત્મક તસવીર
મ્યુ.કોર્પોનું તંત્ર જોહુકમી કરી નગરજનો પાસેથી આડેધડ દંડ વસુલે છે જયારે પોલીસ તંત્ર આડેધડ પાર્ક કરાયેલા ફોરવ્હીલર વાહનોને અને લોક કરવા તથા ટો કરાયેલ ટુ વ્હીલર ને છોડવા માટે દંડ વસુલવા બાબતે ચોક્કસ નીતી છે જેથી પોલીસ તંત્ર અને મ્યુ.કોર્પો વચ્ચે આડેધડ પાર્ક કરેલા વાહનો માટે દંડ વસુલવા બાબતે વિસંગતતા જોવા મળે છે
• પોલીસ તંત્ર દ્વારા આડેધડ પાર્ક કરાયેલા ફોરવ્હીલર વાહનોને અને લોક કરવા માટે ૧૦૦૦ અને ટો કરાયેલ ટુ વ્હીલર માટે રૂા.૭૫૦ નો દંડ વસુલવામાં આવે છે
• મ્યુ.કોર્પો.તંત્ર દ્વારા ફોરવ્હીલર વાહનોને અન લોક કરવા માટે ૨૦૦ અથવા ૫૦૦ કેટલાંક કિસ્સામાં રૂા. ૧૦૦૦ એમ અલગ અલગ મનફાવે તેવો દંડ વસુલવામાં આવે છે
એક જ પ્રકારના નિયમોના ભંગ બદલ શહેરમાં અલગ અલગ દંડ વસુલવામાં આવે છે તે કાયદાકીય રીતે પણ યોગ્ય નથી જેથી કોંગ્રેસ પક્ષની માંગણી છે કે આડેધડ પાર્ક કરાયેલા ફોરવ્હિલર તથા ટુ વ્હીલર વાહનોને દંડ કરવા બાબતે અમદાવાદ મ્યુ.કોર્પો. દ્વારા એકસમાન પોલીસી તાકીદે બનાવવા કોંગ્રેસની માંગણી છે