પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર 18 મી જૂનના રોજ પેન્શન અદાલતનું આયોજન

Spread the love

ફરિયાદો માટે  અરજી ડિવિઝનલ રેલવે મેનેજર (સ્થાપના) ઑફિસ, પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝન, જીસીએસ હૉસ્પિટલની સામે અમદુપુરા અમદાવાદમાં 31.05.2024 સુધી સબમિટ અને ઈમેલ ID- pensionada…@gmail.comપર પણ અરજી કરી શકશે

અમદાવાદ

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર રેલવે બોર્ડની સૂચના મુજબ નિવૃત્ત કર્મચારીઓના પેન્શન સંબંધિત પ્રશ્નોના ઝડપી નિકાલ માટે 18 જૂન, 2024 (મંગળવાર)ના રોજ પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદ ડિવિઝનમાંથી જે પણ કર્મચારી સેવાનિવૃત્ત થયા છે તે પેન્શનરો/ફેમિલી પેન્શનરોની પેન્શન સંબંધિત ફરિયાદોના નિરાકરણ માટે ડિવિઝનલ રેલવે મેનેજર ઑફિસ, અમદાવાદ ખાતે 18.06.2024 (મંગળવાર)ના રોજ પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.અમદાવાદ ડિવિઝનમાંથી રેલ્વે સેવામાંથી નિવૃત્ત થયેલા તમામ કર્મચારીઓ, પેન્શનરો/કૌટુંબિક પેન્શનરો અને પેન્શન સંબંધિત ફરિયાદો હોય, તેઓ તેમની અરજી (ત્રણ પ્રતિકૃતિમાં) ડિવિઝનલ રેલવે મેનેજર (સ્થાપના) ઑફિસ, પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝન, જીસીએસ હૉસ્પિટલ ની સામે અમદુપુરા અમદાવાદ માં 31.05.2024 સુધી સબમિટ કરી શકે છે. કૃપા કરીને અરજીમાં તમારું નામ, હોદ્દો, છેલ્લો પગાર, ભરતીની તારીખ, નિવૃત્તિની તારીખ, PPO નકલ અને ફરિયાદનો પ્રકાર દાખલ કરો. જો કોઈ પેન્શનર ઈમેલ દ્વારા અરજી કરવા માંગે છે, તો તે આપેલ ઈમેલ ID- pensionada…@gmail.comપર પણ અરજી કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com