મેટ્રોએ પ્રથમ વખત આ અઠવાડિયાના બે સામાન્ય દિવસોમાં દૈનિક મુસાફરીઓ ૧ લાખના આંકડાને પાર કર્યો

Spread the love

અમદાવાદ મેટ્રો ફેઝ -૧માં હવે ૩૮.૫૭ કિમી ની લંબાઈમાં કુલ 30 સ્ટેશનો કાર્યરત,શરૂઆતમાં દૈનિક મુસાફરીઓ ૩૯૦૦૦ ની આસપાસ હતી જે સતત વધી રહી છે

અમદાવાદ

અમદાવાદ મેટ્રો ફેઝ -૧ નું ઉદ્ઘાટન તારીખ ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ કરવામાં આવ્યું હતું, જેમાં હવે ૩૮.૫૭ કિમી ની લંબાઈમાં કુલ 30 સ્ટેશનો કાર્યરત છે.મેટ્રોનો અનુભવ કરવા માટેના પ્રારંભિક ધસારા પછી, શરૂઆતમાં દૈનિક મુસાફરીઓ ૩૯૦૦૦ ની આસપાસ હતી જે સતત વધી રહી છે અને હવે પ્રથમ વખત આ અઠવાડિયાના બે સામાન્ય દિવસોમાં (મેચ કે જાહેર રજા સિવાયના દિવસોમાં) દૈનિક મુસાફરીઓ ૧ લાખના આંકડાને પાર કર્યો છે.

અત્રે નોંધનીય છે કે મેચના દિવસોમાં મેટ્રો સતત એક લાખથી વધુ યાત્રીઓની સેવામાં કાર્યરત રહે છે, જેને ધ્યાનમાં રાખીને સામાન્ય રીતે વધારાની ટ્રેનો દોડાવવામાં આવે છે અને તાજેતરમાં તારીખ ૧૦ મે ૨૦૨૪ ના રોજ મુસાફરીની સંખ્યા સૌથી વધુ ૧,૫૯,૨૧૪ નોંધાયેલ છે.આમ, મેટ્રો ઝડપથી પરિવહનની પસંદગીનું માધ્યમ બની રહ્યું છે.

તાજેતરમાં સરેરાશ મુસાફરી નીચે પ્રમાણે છે

ચાલુ દિવસો દરમ્યાન : ૯૩૦૦૦ થી ૧ લાખ

શનિ/રવિ તથા રજાઓ દરમ્યાન : ૭૫૦૦૦ થી ૮૦૦૦૦

પરિણામે, રોડ પરના વાહનોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થવાથી અમદાવાદના લોકોને રસ્તાઓ પર ઓછી ભીડ, ઓછા પ્રદૂષણ, ઓછા અકસ્માતો અને ઝડપી યાતાયાત વગેરે નો લાભ મળે છે.મેટ્રોમાં ટ્રાફિક ઝડપથી વધી રહયો છે અને ભવિષ્યમાં વધુ લાઈનો ઉમેરાવાથી અનેકગણો વધારો થવાની ધારણા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com