મહિલા કોલેજના સાયન્સ ફેકલ્ટીના પ્રોફેસર સંજય તેરૈયાએ તેમની કોલેજમાં ભણતી એક વિધાર્થીનીને મોબાઈલમા બિભત્સ મેસેજ મોકલી સેકસયુઅલ હેરેસમેન્ટ કરવાના કિસ્સામાં કોલેજ સંચાલકોએ આ પ્રોફેસરને બરતરફ કરવાનો નિર્ણય લઇ ૭,૫૦,૦૦૦ નો દડં ફટકાર્યેા છે.શિક્ષણ જગતમાં ભારે ચકચારી બનેલા આ પ્રકરણમાં સપ્ટેમ્બર ૨૦૨૨ માં એક વિધાર્થીનીએ પોતાની સામે કોલેજના સાયન્સ ફેકલ્ટીના પ્રોફેસર સંજય તેરૈયાએ મોબાઇલમાં મેસેજ મોકલીને હેરાન પરેશાન કરતો હોવાની ફરિયાદ આધાર પુરાવા સાથે કરી હતી.
વિધાર્થીનીની આ ફરિયાદના આધારે મહિલા કોલેજના સંચાલકોએ તાત્કાલિક ખાતાકીય તપાસ સમિતિની રચના કરી હતી. આ સમિતિએ તેનો રિપોર્ટ ૨૬ ડિસેમ્બર ૨૦૨૨ ના કોલેજને આપી દીધો હતો અને ત્યારબાદ કોલેજે પ્રોફેસરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા અને તેની સામે ખાતાકીય તપાસના હત્પકમો કર્યા હતા.
ખાતાકીય તપાસ સમિતિ સમક્ષ પ્રોફેસર સંજય તેરૈયા એ પોતે કરેલા મેસેજ બાબતે અમુક બાબતોમાં સ્વીકાર કર્યેા હતો અને અમુક બાબતોમાં ઇનકાર કર્યેા હતો.
સેકસયુઅલ હેરેસમેન્ટના કિસ્સામાં કાનૂની જોગવાઈ હેઠળ વૈધાનિક સમિતિની રચના કરવાની હોય છે અને તેમાં ફરિયાદ કરનાર, આરોપી અને સંસ્થાના વકીલને નીમવામાં આવતા હોય છે. ગુજરાત હાઇકોર્ટના નિવૃત્ત જજ અને અન્ય બે વકીલોની બનેલી વૈધાનિક સમિતિએ આરોપીને ખુલાસા માટેની પૂરતી તક આપ્યા પછી અને તેમની સામેના પુરાવા જોયા પછી સંજય તેરૈયા ને દોષિત જાહેર કર્યેા હતો.
વૈધાનિક સમિતિના રિપોર્ટ પછી સંજય તેરૈયાને મહિલા કોલેજના સંચાલકોએ બરતરફ કરવાનો આદેશ કર્યેા છે. આ પ્રોફેસરને તેમના ગુના બદલ પિયા ૧૫ લાખનો દડં કરવામાં આવ્યો હતો પરંતુ દડં સામે તેમણે અપીલ કરતાં દંડની રકમ ઘટાડીને ૭,૫૦,૦૦૦ કરવામાં આવી છે. આ રકમ યારે ભરવામાં આવશે ત્યારે તે ફરિયાદ કરનાર વિધાર્થીનીને આપવામાં આવશે.
સંજય તેરૈયા સહિત સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના અનેક પ્રોફેસરો સામે સેકસના મામલે હેરેસમેન્ટની ઘણી ફરિયાદો થઈ છે. પરંતુ માત્ર સંજય તેરૈયાના કેસમાં દાખલાપ ચુકાદો આવ્યો હોવાનું શિક્ષણ જગતમાં બોલાઈ રહ્યું છે.