હોર્ડિંગ-દુર્ઘટના : ૧૦૦ કરોડની આવક, એમાંથી થોડા કરોડ રૂપિયા મહારાષ્ટ્ર પોલીસ કલ્યાણ નિધિને ટ્રાન્સફર કરવામાં આવ્યા

Spread the love

ઘાટકોપર હોર્ડિંગ-દુર્ઘટના સંદર્ભે ભારતીય જનતા પાર્ટીના નેતા કિરીટ સોમૈયાએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘એ હોર્ડિંગ ઊભું કરવા માટે ટેન્ડર-પ્રોસેસ ફૉલો કરવામાં આવી નહોતી. સરકારને આમાંથી કોઈ કમાણી થવાની નથી, જ્યારે ઍડ એજન્સીને એમાં ૧૦૦ કરોડની કમાણી થવાની છે.’

કિરીટ સોમૈયાએ આ સંદર્ભે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસને લખેલા પત્રમાં આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘ઍડ એજન્સીના માલિક ભાવેશ ભિંડેને આ કૉન્ટ્રૅક્ટ એટલા માટે મળ્યો હતો કે તે સંજય રાઉતના ભાઈ અને વિધાનસભ્ય સુનીલ રાઉતની નજીક હતો.

આ હોર્ડિંગને લઈને સરકારને કોઈ કમાણી થવાની નહોતી, જ્યારે ભાવેશ ભિંડેને ૧૦૦ કરોડ રૂપિયાની આવક હતી. એમાંથી થોડા કરોડ રૂપિયા મહારાષ્ટ્ર પોલીસ કલ્યાણ નિધિને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. એ પેટ્રોલ પમ્પ અને એની બાજુમાં ઊભા કરવામાં આવેલા હોર્ડિંગ માટે ઘણીબધી ગેરરીતિઓ આચરવામાં આવી હતી જેમાં ટ્રાન્સપરન્સીનો અભાવ હતો. ભાવેશ ભિંડેને પરવાનગી આપતી વખતે ટેન્ડર-પ્રોસેસ ફોલો કરવામાં આવી નહોતી.’

કિરીટ સોમૈયાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે ‘તૂટી પડેલા હોર્ડિંગની આસપાસ જ બીજાં ૧૨ હોર્ડિંગ ઊભાં કરવા ત્રણ સાઇટ નક્કી કરવામાં આવી છે. આ ૧૨ હોર્ડિંગ ઊભાં કરવા જે ટેન્ડર-પ્રોસેસ થઈ છે એમાં પણ ગેરરીતિઓ થઈ છે. એ ટેન્ડર ૧૦ વર્ષના સમયગાળા માટે બહાર પાડવામાં આવ્યાં છે, પણ એનો વર્કઑર્ડર ૩૦ વર્ષ માટે આપવામાં આવ્યો છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com