દિલ્હી શરાબ કૌભાંડમાં મોટી અપડેટ આવી છે. ઈડીએ શુક્રવારે દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટમાં શરાબ કૌભાંડ મામલામાં સાતમી સપ્લીમેંટ્રી દાખલ કરી છે. ઈડીએ 200 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. ઈડીએ પહેલી વાર મની લોન્ડ્રીંગ કેસમાં કોઈ રાજકીય પાર્ટીને આરોપી બનાવી છે. આ સપ્લીમેંટ્રી ચાર્જશીટમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને પણ આરોપી બનાવ્યા છે.
શરાબ કૌભાંડ મામલામાં ઈડીએ અત્યાર સુધીમાં કુલ 8 ચાર્જશીટ દાખલ કરી છે. તેમાંથી 1 મેન ચાર્જશીટ અને 7 સપ્લીમેંટ્રી ચાર્જશીટ છે.
ઈડીએ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક 55 વર્ષિય કેજરીવાલને 21 માર્ચના દિલ્હીના તેમના ઘરેથી ધરપકડ કરી હતી. હાલમાં તેઓ વચગાળાના જામીન પર જેલમાંથી બહાર છે. આ મામલામાં ઈડીએ અત્યાર સુધીમાં આઠ ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં તેમણે અત્યાર સુધીમાં 18 લોકોની ધરપકડ કરી છે. ગત અઠવાડીયે, એજન્સીએ બીઆરએસ નેતા અને તેલંગાણાના પૂર્વ સીએમની દીકરી કે કવિતા અને ચાર અન્ય વિરુદ્ધ આવી જ રીતે ચાર્જશીટ દાખલ કરી હતી.