ગાંધીનગરના શાહપુર બ્રિજ ઉપર પૂરપાટ ઝડપે ટ્રકના ડ્રાઈવરે પાછળથી કારને ટક્કર મારતાં ટ્રક પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેનાં કારણે ટ્રક બ્રિજની દિવાલ તોડીને નદીમાં ખાબકી હતી. જો કે એ પહેલાં જ ડ્રાઈવર ફિલ્મી ઢબે ટ્રકમાંથી કૂદીને ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં ટ્રક અને ગાડીનો કચ્ચરઘાણ વળી ગયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કાર ચાલકનો પણ આબાદ બચાવ થયો છે. હાલમાં આ અંગે ઈન્ફોસિટી પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
ગાંધીનગરના ગિફ્ટ સિટીથી શાહપુર બ્રિજ તરફ માતેલા સાંઢની માફક આઈવા ટ્રકના ચાલકે સ્વિફટ કારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. જેનાં કારણે કાર પલ્ટી મારી ગઈ હતી. બીજી તરફ અકસ્માત સર્જાતા ટ્રકના ચાલકે ટ્રક પરનો કાબુ ગુમાવી દેતા ટ્રક બ્રિજની દિવાલ તોડીને નદીમાં જઈને ખાબકી હતી. જો કે એ પહેલાં ટ્રકનો ડ્રાઈવર ફિલ્મી ઢબે ટ્રકમાંથી કૂદી જઈ ભાગી ગયો હતો. આ અકસ્માતમાં બંને વાહન ચાલકોનો આબાદ રીતે બચાવ થયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ માણસાના રાજપુરા ગામના પંકજભાઈ વિષ્ણુભાઈ રાવલ ડ્રાઇવિંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આજે પંકજભાઈ સ્વીફટ કાર લઈને શાહપુર બ્રિજ પરથી પસાર થઇ રહ્યા હતા. આ દરમ્યાન ગિફ્ટ સિટી તરફથી આવતી આઈવા ટ્રકના ચાલકે પોતાની ટ્રક પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારીને પાછળથી કારને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતનાં પગલે કાર પલ્ટી મારી ગઈ હતી.
બીજી તરફ અકસ્માત સર્જાતા ટ્રકના ચાલકે ટ્રક પરનો કાબુ ગુમાવી દેતા બ્રિજની દિવાલ તોડીને ટ્રક ગુલામટા ખાતા ખાતા નદીમાં જઈને પડી હતી. જો કે ટ્રક નદી માં ખાબકી રહી હોવાનો અંદાજો આવી જતાં ટ્રકનો ચાલક ફિલ્મી ઢબે ટ્રકમાંથી કૂદી જઈ જાય ગયો હતો. આ તરફ નદીમાં ટ્રક પડવાથી ટ્રકનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
જ્યારે કારમાં સવાર પંકજભાઈનો પણ આબાદ બચાવ
થયો હતો. પરંતુ કારને ઘણું નુકશાન થયું હતું. બનાવના
પગલે રાહદારી વાહન ચાલકો તેમજ આસપાસનાં ગ્રામજનો
દોડી ગયા હતા. ત્યારે બ્રિજ ઉપર ટ્રાફિક જામ થઇ ગયો
હતો. બનાવની જાણ થતાં જ ઈન્ફોસિટી પોલીસ તાત્કાલિક
ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને ગણતરીની મિનિટોમાં
ટ્રાફિકને ક્લિયર કરાવી દીધો હતો. આ અંગે ઈન્ફોસિટી
પોલીસ મથકના જમાદાર ભરતભાઈ પટેલે જણાવ્યું કે,
ટ્રકના ચાલકે પાછળથી કારને ટક્કર મારી હતી. જેનાં
કારણે કાર પલ્ટી ગઈ હતી. જો કે સદનસીબે કાર ચાલક
પંકજભાઈનો આબાદ બચાવ થયો છે. જ્યારે અકસ્માત
સર્જી ટ્રક નદીમાં જઈને પડી હતી. એ પહેલાં ટ્રકમાંથી કૂદીને
ચાલક નાસી ગયો હતો. હાલમાં પંકજભાઈની ફરીયાદના
આધારે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ ચાલી
રહી છે.