GJ-૧૮ મ્યુનિ. કોર્પોરેશનમાં માથાભારે અધિકારીઓનું વર્ચસ્વ હંમેશાથી અકબંધ રહ્યું છે. મ્યુનિ.માં હોદ્દેદારો અને ઉચ્ચ અધિકારીઓના ર્નિણયો ભલે ગમે તેટલા સારા હોય, પરંતુ માથાભારે અધિકારીઓ દરેક કામગીરીમાં રોકડી કરવાના નુસખા અજમાવતા રહે છે. તાજેતરમાં વેન્ડરો પાસેથી લાખો રૂપિયા પડાવનારી મ્યુનિ. અધિકારીઓની ટોળકીના કારનામા ચર્ચામાં આવ્યા છે. મ્યુનિ.માં વર્ષોથી પડતર રહેલા રૂ.૧.૨૫થી રૂ.૧.૫૦ કરોડના બિલો મંજૂર કરાવવા માટે ઉચ્ચ કક્ષાએથી ર્નિણય લેવાયો હોવા છતાં ચાલાક અધિકારીઓએ સંખ્યાબંધ ક્વેરી કાઢી આ વેન્ડરોને પરસેવો લાવી દીધો હતો. આખરે કેટલાક વેન્ડરોએ આ ક્વેરીનો ઉકેલ લાવતાં રૂ.૧૫ લાખમાં પતાવટ થઈ હોવાનું કહેવાય છે. પૈસા જેસીબી ઉલેચવા હોય તો ક્વેરી માસ્ટર બનો, ત્યારે ક્વેરી માસ્ટરો હવે પૈસા ઉલેચવા અનેક નાટકો કરતાં ભલભલા કોન્ટ્રાક્ટરો પણ થાકી જાય, બાકી ભોગ ચઢાવો એટલે પ્રસન્નતા અનુભવાય તેવો ઘાટ છે,
મ્યુનિ.માં વર્ષોથી કામ કરતાં વેન્ડરોમાં પાછલા કેટલાક સમયથી તોડબાજ અધિકારીઓની ટોળકીએ તરખાટ મચાવ્યો છે. નાના-મોટા દરેક બિલમાં વહીવટ થાય તો જ મંજૂરી આપવાનો શિરસ્તો દિવસે-દિવસે મજબૂત થઈ રહ્યો છે. ટેન્ડરની શરતો મુજબ કામગીરી બાદ પણ સમયસર નાણાંની ચૂકવણી નહીં થતા વેન્ડરો કફોડી હાલતમાં મૂકા છે અને આખરે તેમણે આ અધિકારીઓ સમક્ષ શરણાગતિ સ્વીકારવી પડે છે. મ્યુનિ. સંકુલમાં હાલ માથાભારે અધિકારીઓની જાેહુકમીનો કિસ્સો ચર્ચામાં આવ્યો છે.
નીચલા વર્ગના કર્મચારીઓ અને વેન્ડરોમાં ચાલતી ચર્ચા મુજબ, જાહેરમાં સ્વચ્છ અને ઈમાનદાર હોવાનો દેખાવ કરતાં અધિકારીની મનસ્વી કામગીરીએ રીતસરનો સપાટો બોલાવ્યો છે. ચૂંટણીની આચારસંહિતા જાહેર થતાં પહેલાં વેન્ડરોના બાકી બિલ ચૂકવવા માટે નીતિ વિષયક ર્નિણય લેવાયો હતો. મ્યુનિ. કાઉન્સિલરોની ગ્રાન્ટમાંથી ખરીદેલી વસ્તુઓ તથા અન્ય ચીજાેના બિલ લાંબા સમયથી અટવાયેલા હતા. મોટા ભાગની કામગીરી અગાઉના ચેરમેન-કમિશનરના કાર્યકાળમાં મંજૂર થયેલી હતી. વેન્ડરોએ શરતો મુજબ કામગીરી પૂરી કર્યા બાદ એક અધિકારીના ભ્રષ્ટાચાર પરથી પડદો ઊઠ્યો હતો. જેના કારણે તમામ બિલ અટકાવી દેવાયા હતા. વેન્ડરોએ આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી અને પોતાની કામગીરીના પુરાવા રજૂ કર્યા હતા. મહિનાઓની મહેનત બાદ ઉચ્ચ કક્ષાએ આ મામલે સકારાત્મક ર્નિણય લેવાયો હતો અને બાકી બિલો ચૂકવવા મંજૂરી અપાઈ હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ બિલો રૂ.૧.૨૫ કરોડથી રૂ.૧.૫૦ કરોડના હતા. આ તમામ બિલો અલગ-અલગ વેન્ડરના હતા. જેથી વેન્ડરોને બાકી બિલના ચૂકવણાની આશા જાગી હતી અને તેમણે સંબંધિત અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી. અધિકારીઓએ સીધી રીતે ના પાડવાના બદલે અલગ-અલગ ક્વેરીઓ શરૂ કરી હતી. એક જગ્યાએથી ક્વેરીનું નિરાકરણ આવે તો અન્ય અધિકારી કોઈ પ્રશ્ન ઊભો કરી દેતા હતા. આખરે કંટાળીને વેન્ડરોએ ભેગા થઈને અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી. જેમાં ત્રણ અધિકારીએ ભેગા થઈને તમામ બિલ ક્લીયર કરવાની ખાતરી આપી હતી અને બદલામાં રૂ.૧૫ લાખનો વ્યવહાર માગ્યો હતો. અધિકારીઓની આ માગણીને સ્વીકારવાની તૈયારી દર્શાવી વેન્ડરોએ નાણાં ભેગા કર્યા હતા. બિલો ક્લીયર થઈ ગયાં બાદ આ સમગ્ર વહીવટ અંગે મ્યુનિ. અધિકારીઓમાં જ વિખવાદ શરૂ કર્યો છે. ત્રણ અધિકારીઓએ રૂ.૧૫ લાખન વ્યવહારમાં ભાગીદારી નક્કી કરી હતી, પરંતુ માત્ર એક જ અધિકારી તમામ રકમ ઘર ભેગી કરી ગયા હોવાનું કહેવાય છે. બે નંબરના આ વહીવટમાં સીધી રીતે કંઈ બોલી શકાય તેમ નથી, પરંતુ એક સમયે હંમેશા સાથે રહીને કામ કરનારા અધિકારીઓની ગેન્ગમાં આ ઘટનાએ વિખવાદ ઊભો કરી દીધો છે. જેના કારણે આગામી સમયમાં વધારે મોટો ભડકો થવાના અને ભ્રષ્ટાચાર અંગે ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.
બોકસ
નાંણા આવવાની આશા ન હતી, ત્યારે અધિકારીઓએ જણાવ્યું કે, અમે તમારા માટે કરી આપ્યું, ઉપર સુધી પહોંચાડવાના હોય, અને કચેરીઓ કાઢીકાઢીને ક્વેરી માસ્ટરો મોટો ગોલ કરતાં હોય છે, ભલે હોદ્દેદારોએ કડક નિયમો બનાવ્યા, પણ જશુ જાેરદાર હવે ગયા, હવે મોજ કરો, ત્યારે બીલો પાસ કરાવવા કોન્ટ્રાક્ચરોની દોટ અને મંજુરીમાં અનેક અટપટો એવી ક્વેરી કાઢતાં ભલભલા તોબા પોકારી દે.
મનપામાં હવે અધિકારીનો પગાર છે તેના કરતાં આવક તગડી અને વધારે, આવનારા દિવસોમાં અનેકના નામ માર્કેટમાં ખુલશે,