ચીરિપાલ ફાઉન્ડેશનના ઉપક્રમે પ્રથમ ક્રિકેટ પ્રીમિયમ લીગ – 2024 એસ.જી.વી.પી. ગ્રાઉન્ડ ખાતે કાલે સાંજે 5:30 વાગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત ઉદ્ઘાટક તરીકે અને  નરહરિ અમીન પૂર્વ પ્રમુખ જી.સી.એ. અને  અનિલ પટેલ માનદ સચિવ, જી.સી.એ મુખ્ય મહેમાનના હસ્તે ઓપનિંગ સેરેમની યોજાશે

Spread the love

આ T-20 ટુર્નામેન્ટમાં ગુજરાતના ટોચના હાલમાં રણજી ટ્રોફી અને શૈયદમુસ્તાક અલી ટુર્નામેન્ટમાં રમતા 95 કરતાં વધુ ખેલાડીઓ ભાગ લેશે,2 જૂનના રોજ ફાઇનલ અને તેમાં વિજેતા ટીમને રૂ. 5.00 લાખ રનર્સઅપને રૂ. 2.00 લાખનું ઈનામ

અમદાવાદ

ગુજરાતમાં સ્થાનિક ક્રિકેટ પ્રતિભાઓને પ્રમોટ કરવા માટે ચીરિપાલ ફાઉન્ડેશનના ઉપક્રમે પ્રથમ ક્રિકેટ પ્રીમિયમ લીગ – 2024 નું આયોજન એસ.જી.વી.પી. ગ્રાઉન્ડ, એસ.જી.હાઇવે, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. આ T-20 ટુર્નામેન્ટમાં ગુજરાતના ટોચના હાલમાં રણજી ટ્રોફી અને શૈયદમુસ્તાક અલી ટુર્નામેન્ટમાં રમતા 95 કરતાં વધુ ખેલાડીઓ ભાગ લેનાર છે. આ ટુર્નામેન્ટમાં 6 ટીમો (1) Sabarmati Strikers, (2) Gandhinagar Lions, (3) Narmada Navigators, (4) Ahmedabad Arrows, (5) Heritage City Titans અને (6) Karnavati Kings ની ફાળવણી કરવામાં આવી છે. જેના કેપ્ટન પ્રિયાંક પંચાલ (Sabarmati Strikers), મનન હિંગરાજીયા (Gandhinagar Lions), ઉમંગ ટંડેલ (Narmada Navigators), આર્ય દેસાઈ(Ahmedabad Arrows), ઉર્વીલ પટેલ (Heritage City Titans) અને ચિંતન ગજા (Karnavati Kings) છે.

તારીખ 19 મે, 2024, રવિવારના રોજ સાંજે 5:30 કલાકે ગુજરાત સરકારના ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, ગ્રામીણ વિકાસ, શ્રમ અને રોજગારના કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત ઉદ્ઘાટક તરીકે અને શ્રી નરહરિ અમીન, સંસદસભ્ય (રાજ્યસભા, ગુજરાત), પૂર્વ પ્રમુખ જી.સી.એ. અને શ્રી અનિલભાઈ પટેલ માનદ સચિવશ્રી, જી.સી.એ મુખ્ય મહેમાનના હસ્તે ઓપનિંગ સેરેમની રાખેલ છે. આ ટુર્નામેન્ટમાં 19 મે, 2024 થી 2 જૂન 2024 સુધી બપોરે 3:30 કલાકે અને સાંજે 7:30 કલાકે એમ 2 મેચ રમશે. તા. 2 જૂન ના રોજ ફાઇનલ મેચ રમાશે અને તેમાં વિજેતા ટીમને રૂ. 5.00 લાખ રનર્સઅપને રૂ. 2.00 લાખ નું ઈનામ અને ટ્રોફી ઉપરાંત મેન ઓફ ધી મેચ, મેન ઓફ ધી સીરિઝ જેવા પ્રોત્સાહક ઇનામો આપવામાં આવશે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com

Your browser is blocking some features of this website. Please follow the instructions at http://support.heateor.com/browser-blocking-social-features/ to unblock these.