સિંગાપોરમાં કોવિડની નવી લહેર જોવા મળી છે. અધિકારીઓએ 5થી 11 મે સુધીમાં 25,900થી વધારે કેસ નોંધ્યા છે. સ્વાસ્થ મંત્રી ઓંગ યે કુંગએ શનિવારે લોકોને માસ્ક પહેરવા માટે અપીલ કરી છે.
મંત્રીએ કહ્યું કે અમે લહેરના શરૂઆતી હિસ્સામાં છીએ, જ્યાં સતત કેસ વધી રહ્યા છે. એવો અંદાજ છે કે આગામી બેથી ચાર સપ્તાહમાં આ સ્થિતિ ચરમ સીમા પર પહોંચશે.
દરરોજ કોરોનાના દર્દીઓની સંખ્યા હોસ્પિટલોમાં વધી રહી છે. એક સપ્તાહ અગાઉ હોસ્પિટલમાં દાખલ થનાર દર્દીની સંખ્યા 181 હતી, જે અત્યારે વધીને આશરે 250 થઈ ગઈ છે. ગયા સપ્તાહે બે કેસની તુલનામાં ICUમાં દાખલ થનારના કેસ અત્યારે ત્રણ વધી ગયા છે.
સ્વાસ્થ મંત્રાલયે કહ્યું છે કે હોસ્પિટલમાં બેડની ક્ષમતા યથાવત રાખવા માટે જાહેર હોસ્પિટલોને બિનજરૂરી વૈકલ્પિક સર્જરીના કેસ ઓછા કરવા અને તેવા દર્દીઓની સારવાર ઘરે જ કરવા માટે કહેવામાં આવ્યું છે.