ગુજરાતના તમામ મદરેસાઓમાં સરવે હાથ ધરાયો, અમદાવાદમાં સ્કૂલના આચાર્ય પર હુમલો…

Spread the love

ગુજરાતના તમામ મદરેસાઓમાં સરવે હાથ ધરવામાં આવ્યો છે. વડોદરા શહેર અને ગીર સોમનાથ જિલ્લામાં 40 જેટલી સ્કૂલોમાં કામગીરી હાથ ધરાઈ છે. અમદાવાદના દરિયાપુરમાં એક સ્કૂલના આચાર્ય સરવે કરવા જતા ટોળાએ તેમના પર હુમલો કર્યો છે. આચાર્ય દરિયાપુરમાં આવેલા સુલતાનના મહોલ્લામાં સરવે કરવા જતા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.

સુલ્તાન સૈયદની મસ્જીદમાં સરવે કરવા ગયેલા બાપુનગર સ્મૃતિ સ્કૂલ વિદ્યાલયના આચાર્ય સંદીપ પાટીલ નામના શિક્ષકને 10થી વધુ લોકોએ માર માર્યો હતો. ત્યાર બાદ 100 લોકોનું ટોળું ધસી આવ્યું હતું. શિક્ષકે મુલાકાત બાદ ફોટો લેવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમને માથાના ભાગે ગડદાપાટુનો માર માર્યો હતો. આ ઘટના બાદ અમદાવાદ શહેર DEO અને અન્ય આચાર્ય દરિયાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા છે.

સંવેદનશીલ વિસ્તારોમાં અમારા માણસો આવા કામ નહીં કરે
શિક્ષક સંદીપ પટેલે જણાવ્યું હતું કે, હું સરવેની કામગીરી માટે પહોંચ્યો ત્યારે મસ્જીદ બંધ હોવાથી લોક મારેલાનો હું ફોટો પાડી રહ્યો હતો. ત્યારે 10 લોકોનું ટોળું આવી ગયું હતું. જેમણે મને માર માર્યો હતો. ત્યારબાદ બીજું 100-150નું ટોળુ આવ્યું હતું જેમાં મહિલાઓ પણ હતી. ટોળામાંથી કોઈએ કહ્યું હતું કે, આને ગલીમાં લઈ લો પતાવી દઈએ. હું મને સોંપેલી કામગીરી કરવા ગયો ત્યારે મારા પર હુમલો થયો હતો. જેથી હું ફરિયાદ કરવા દરિયાપુર પોલીસ સ્ટેશન આવ્યો છું. આચાર્ય સંઘના પ્રમુખ રાકેશ પંડ્યાએ જણાવ્યું હતું કે, એક શિક્ષક કે આચાર્ય પ્રજાલક્ષી માહિતી જ્યારે સરકાર મગાવતી હોય તો સરકાર વતી અમે માહિતી લેવા જતા હોઈએ છીએ. પરંતુ સંવેદનશીલ વિસ્તારમાં કોઈપણ જાતના પ્રોટેક્શન વગર ત્યાં મોકલી દેવામાં આવે અને આવી ઘટના અવારનવાર બનતી જાય તો આવા સંવેદનશીલ વિસ્તારોમાં અમારા માણસો આવા કામ નહીં કરે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ બાબતે અમારે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારમાં જ્યાં પણ રજૂઆત કરવી પડશે ત્યાં કરીશું.સરકારમાં ડિફાઈન થયેલા વિસ્તારો છે કે, જે આચારસંહિતાની દૃષ્ટિએ સંવેદનશીલ વિસ્તારો નક્કી થયેલા છે. ત્યારે સરકાર દ્વારા આવી માહિતી એકત્રિકરણ માટે કર્મચારીની સુરક્ષા માટે કોઈ વ્યવસ્થા નહી? કર્મચારીના જીવના જોખમે કોઈ આવી ઘટના બને તે યોગ્ય નથી. કાલ ઉઠીને જો કોઈ કર્મચારી સાથે જાનહાનિ થઈ હોત તો સરકાર આ કામગીરી કરત? સુપ્રીમે ઘણીવાર સરકારને માહિતી આપી છે કે, શિક્ષકોને શિક્ષણની કામગીરી સિવાય દૂર રાખવા. છતાં પણ રાતોરાત સરકાર આવી માહિતી આજે 3 વાગ્યા સુધીમાં મળી જવી જોઈએ તેવી જોહુકમી કરે છે. સરકારના હુકમમાં આવી ગયેલા અમે બધા ગુલામો સરકારની ગુલામી કરવા માટે અમે નીકળી પડીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com