કેનેડામાં અત્યારે લાખો ઈન્ડિયન વિદ્યાર્થી ડિપોર્ટેશનનો સામનો કરી રહ્યાં છે. પ્રોવિન્શિયલ ઈમિગ્રેશન નિયમમાં ફેરફાર થઈ જતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યાં છે. જેને લઈ વિદ્યાર્થીઓ ભૂખ હડતાલ પર ઉતર્યા છે. સાથો સાથ માંગ કરી રહ્યાં છે નિયમોમાં ફેરફાર કરો. અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યારે વિદ્યાર્થીઓનો ભાવી સંકટમાં છે.
પ્રિન્સ એડવર્ડ આઈલેન્ડએ નિયમમાં ફેરફાર કર્યા છે. ઈમિગ્રેશન રૂલ્સમાં નિયમ લાવ્યો છે કે, પ્રોવિન્સમાંથી જેમ બને તેમ વધારે ઈમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરવા પડશે કારણ કે આ પ્રોવિન્સમાં હેલ્થ કેર સેક્ટર અને હાઉસિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ઘટ છે. મીડિયા અહેલા પ્રમાણે જે વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ થવાના હતા તે હવે ડિપોર્ટેશનનો સામનો કરી રહ્યા છે. જેના કારણે તેઓ કેનેડા સરકારના નિર્ણયની નિંદા કરી રહ્યાં છે.
વિરોધ કરી રહેલા રુપિન્દર પાલ સિંહેએ મીડિયાને જણાવ્યું કે, આ કાર્યવાહી અંગે અમારી 3 માંગ છે. 2023માં ભારતથી કેનેડા આવ્યો હતો. તેવામાં અચાનક આ નિયમમાં ફેરફાર થઈ જતા વિરોધ થયો હતો અને હવે લોકોને ડિપોર્ટ થવાનો વારો આવી રહ્યો છે. કોઈ વિદ્યાર્થીને ખબર જ ન હતી આ પ્રમાણે કોઈ ઘટના બનશે.