ગુજરાતમાં 26 થી 30 મેના આધી વંટોળ સાથે વરસાદ થશે, વાવાઝોડું તબાહી મચાવશે,…

Spread the love

ચોમાસાના વરસાદની ચાતક નજરે રાહ જોવાતી હોય છે. ચોમાસાના આગમની તારીખ જાહેર થતાં ખેડૂતો ખેતરમાં કામગીરી અને વાવણીની તૈયારી કરવામાં લાગી જાય છે. જોકે, ચોમાસાના નિયમિત વરસાદના આગમન પહેલા વાવાઝોડું સક્રિય થતું હોય છે. જેના કારણે ચોમાસાની પેટર્નને ખોરવી નાખતું હોય છે. પરંતુ ચાલુ વર્ષે પણ ચોમાસાના આગામન પહેલા બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થવાનું હવામાન નિષ્ણાતોનું અનુમાન છે.

વાવાઝોડું આવશે તેમ છતાં પણ ચાલુ વર્ષનું ચોમાસું સારું રહેવાનું અનુમાન છે. જો કે અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થાય તો તેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળતી હોય છે. ત્યારે ચોમાસાના આગમન પહેલા બે વાવાઝોડા સક્રિય થશે તેવું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું છે કે, 24 મે સુધીમાં અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જશે અને ચોમાસાની ગતિવિધિના કારણે બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય થશે. 26 મે સુધીમાં વાવાઝોડું વધુ મજબુત બનશે અને તબાહી માચાવે તેવું બનવાની શક્યતા છે. દક્ષિણ પૂર્વિય તટ પર પ્રતિ કલાકે 120 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે. દક્ષિણ પૂર્વ તટથી બંગાળના ભાગ સુધી અસર થશે. વાવાઝોડાની અસર ભારે કરશે. આ સ્થિતિના કારણે બંગાળના ઉપસાગરનો ભેજ અને અરબ સાગરનો ભેજ મર્જ થશે. જેના કારણે પ્રી મોનસુન એક્ટિવિટી ગાજવીજ સાથે વરસાદ થશે.

બીજી તરફ, અરબી સમુદ્રમાં મેના અંત અને જૂનની શરુઆતમાં વાવાઝોડું સક્રિય થવાનું અનુમાન છે. 8 જૂન અસપાસ દરિયામાં પવન બદલાતા હોય છે. જેમાં કરંટ જોવા મળશે. અરબ સાગર અને બંગાળની ખાડીનો ભેજ મર્જ થશે. જેના કારણે ચોમાસાા નિયમિત વરસાદ પહેલા પ્રી મોનસુન એક્ટિવિટીના કારણે વરસાદ થશે.

ગુજરાત 26 થી 30 મેના આધી વંટોળ સાથે વરસાદ થશે. ત્યાર બાદ 4 જુન સુધી વરસાદ ચાલુ રહેશે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વાવાઝોડા બને તેમ છતાં પણ ગુજરાતમાં ચોમાસું સમય કરતાં વહેલું બેસી જવાનું અનુમાન છે. 7થી 14 જુન સુધીમાં ચોમાસાનું આગમન થઇ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *