થોડા દિવસો પહેલા, ઉત્તરાખંડની લાયસન્સ ઓથોરિટીએ મેડિકલ સ્ટોર્સમાં ઉપલબ્ધ આઈ ડ્રોપ દ્રષ્ટિ પર પ્રતિબંધ મુકી દીધો હતો. તેના પહેલા આઈ ફ્લૂ આઉટબ્રેક દરમિયાન સ્ટેરૉઇડવાળી ઘણી દવાઓનો ઉપયોગ ન કરવાની ડૉક્ટરે સલાહ આપી હતી. આવું એટલા માટે થયું હતું, કારણકે આંખોમાં એલર્જી, પાણી આવવું, દુખાવો, પાપણ પર ડેંડ્રફ જામવો અને ડ્રાઈનેસ આવવા પર લોકોએ મેડિકલ સ્ટોર્સથી ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના દવાઓ ખરીદવાનું શરૂ કરી દીધી હતું.
આજે પણ લોકો આવું કરી રહ્યા છે અને બાળકો અથવા મોટા લોકોની આંખોમાં તકલીફ થતાં મેડિકલ સ્ટોર્સથી આઈ ડ્રોપ ખરીદીને લાવે છે અને નાંખી દે છે.
પરંતુ તમને જણાવી દઈએ કે તમે જેને દવા સમજીને તમારી આંખોમાં નાખો છો તે તમારી આંખોનો દુશ્મન બની શકે છે અને તમારી આંખોની રોશની છીનવી શકે છે. તેમજ તમને હંમેશા માટે અંધ પણ બનાવી શકે છે. દિલ્હીની મૌલાના આઝાદ મેડિકલ કોલેજના ઓપ્થેલ્મોલોજી વિભાગના પ્રોફેસર ડૉ. કીર્તિ સિંહ કહે છે કે બજારમાં આંખની કેટલીક સસ્તી દવાઓ છે જે 20-30 રૂપિયામાં ઉપલબ્ધ છે, પરંતુ આંખો માટે ખૂબ જ નુકસાનકારક છે.
ડો. કીર્તિ સિંહ કહે છે કે દિલ્હીની હોસ્પિટલોમાં જે દર્દીઓ આઈ ડ્રોપ્સની સાઇડ ઈફેક્ટ બાદ થયેલી બીમારી લઈને આવેલા દર્દીઓમાં નોંધવામાં આવ્યું કે, આ ત્રણ સ્ટેરૉઇડવાળી દવાઓનું નુકસાન સૌથી વધારે થયું છે. રસપ્રદ વાત એ છે કે, ત્રણેય દવાઓ પ્રિસ્ક્રિપ્શન વિના કોઈપણ મેડિકલ સ્ટોરમાં મળી જાય છે. હંમેશા લોકો બાળકો અથવા મોટા લોકોને આંખમાં એલર્જી થતાં આ દવા ખરીદે છે.
ડૉક્ટર કહે છે કે, જો કોઈ આઈ ડ્રોપ પર આ ત્રણમાંથી કોઈપણ નામ લખેલું છે તો દવાને તમે મેડિકલ સ્ટોર પ્રેક્ટિશનરની સલાહ પર ખરીદો. વળી જો કોઈ ડૉક્ટર આ દવાઓને લખે ચે તો ફક્ત તે સમય સુધી જ ઉપયોગ કરો, જેટલું ડૉક્ટરે જણાવ્યું. તેનાથી એક દિવસ પણ વધારે આંખોમાં ન નાંખો.
ડૉક્ટર કીર્તિ કહે છે કે લોકો તેમના પૈસા અને સોનું સુરક્ષિત રીતે લોકરમાં રાખે છે પરંતુ તેમની કિંમતી આંખો કોઈપણ દવાને સોંપી દે છે. ડૉકટરો ઘણીવાર સર્જરી પછી સ્ટીરોઈડ દવાઓ લખે છે, આમાં તે દવાઓ પણ શામેલ હોઈ શકે છે જે સામાન્ય ઉપયોગ માટે પ્રતિબંધિત છે, પરંતુ લોકો આંખોને લઈને સૌથી મોટી ભૂલ કરે છે કે તેઓ નિર્ધારિત સમય પસાર થયા પછી ડૉક્ટર દ્વારા લખેલી નક્કી સમય બાદ પણ નાંખે છે. દર્દીને લાગે છે કે, જેટલી વધારે દવા નાંખીશું તેટલો વધારે ફાયદો મળશે. જોકે એવું નથી.
ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે રોગમાંથી સાજા થયાના થોડા સમય પછી ફરી આંખની તકલીફ થાય તો તેઓ ડૉક્ટરને બતાવવાને બદલે પ્રિસ્ક્રિપ્શન વિના એ જ દવા ખરીદે છે અને પછી તેને નાખવાનું શરૂ કરે છે. ઘણી વખત દર્દીને એક વખત જોયા પછી તે ડૉક્ટરને મળવા પાછો આવતો નથી અને દવા લેવાનું ચાલુ રાખે છે. જ્યારે તેના કારણે આંખોને નુકસાન થવાની સંભાવના વધારે છે.
ડૉક્ટર સિંહ સલાહ આપે છે કે આંખો એટલી કિંમતી છે કે એકવાર તેની દ્રષ્ટિ જતી રહે તો પાછી મળવી મુશ્કેલ છે. તેથી તેમાં જ્યારે પણ દવા નાંખે તો પહેલા જાણી લો કે, ક્યાંક સ્ટેરોઇડવાળી આઈડ્રોપ તો નથી. જો સ્ટેરોઇડ આઈ ડ્રોપ છે તો હંમેશા આંખનું વિઝન અને ઇન્ટ્રા ઑક્યૂલર પ્રેશરની તપાસ કરાવ્યા બાદ જ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર દવા લો. જો તમે ક્યાંય કોઈ સામાન્ય ઑપ્ટેમેટ્રિસ્ટથી દવા લઈ રહ્યા છો તો પણ વિઝન અને પ્રેશરની તપાસ કરાવ્યા બાદ જ તેને લો, નહીંતર ના પાડી દો.
ડૉ. કીર્તિ કહે છે કે જેમ આંખ માટે નુકસાનકારક દવા છે, તે જ પ્રકારે અત્યાર સુધી થયેલી રિસર્ચ અને સ્ટડીમાં આંખમાં એલર્જી માટે અમુક સુરક્ષિત દવાઓ પણ જોવા મળી છે. તેનાથી લોકોની આંખોને નુકસાન નથી થયું. તેને આંખમાં નાંખવું સુરક્ષિત હોય છે. જોકે, તેના ઉપયોગને લઈને પણ શરત છે કે તમે તેને નાંખી રહ્યા છો તો લાંબા સમય સુધી ન નાંખો અને પ્રયત્ન કરો કે, પહેલા આંખના ડૉક્ટરની સલાહ લેવામાં આવે.