ત્રણ સવારીમાં ટ્રાફિક પોલીસે પકડ્યા, મેમો ભરવામાં માથાકુટ થઈ તો ભાણિયાએ મામાને પતાવી દીધા….

Spread the love

મામા તથા ભાણીયા સહિત ત્રણ લોકો વાહન ઉપર કૃષ્ણનગર તરફ જતા હતા ટ્રાફિક પોલીસે રૃા. ૪૫,૦૦નો મેમો આપ્યો હતો. આ મેમો ભાગે પડતો ભરવા માટે મામા અને ભાણીયા વચ્ચે આઢવ રાજેન્દ્ર પાર્ક ચાર રસ્તા પાસે તકરાર થઇ હતી. જેમાં ભાણાએ રૃપિયા આપવાનો ઇન્કાર કરીને મામા ઉપર લોખંડના કડાથી જીવલેણ હુમલો કર્યો હતો માથામાં ગંભીર ઇજા થતાં મામા બેભાન થઇ ગયા હતા તેઓનું સારવાર દરમિયાન મોત થયું હતું.આ બનાવ અંગે ઓઢવ પોલીસે હત્યા સહીતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઓઢવ પોલીસ સ્ટેશનના પીઆઇ, પી.એન.ઝીઝુવાડીયાના જણાવ્યા મુજબ ગોમતીપુરમાં ખાડાવળી ચાલીમાં રહેતા યુવકે ઓઢવ પોલીસ સ્ટેશનમાં અમરાઇવાડીમાં શિવાનંદગરમાં રહેતા ફોઇના સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે તેમના પિતા અને તેમની ફોઇના દિકરા સહિત ત્રણ જણા બાઇક લઇને કૃષ્ણનગર ખાતે જતા હતા આ સમયે ટ્રાફિક પોલીસે ત્રણ સવારીમાં જતા હોવાથી રૃા.૪૫,૦૦નો મેમો આપ્યો હતો.જેને લઇને ઓઢવ રાજેન્દ્રપાર્ક ચાર રસ્તા પાસે બ્રિજ નીચે ત્રણ વચ્ચે મેમાના ભાગે પડતા રૃપિયા આપવા બાબતે બોલાચાલી થઇ હતી જેમાં આરોપી પ્રકાશ પોતે રૃપિયા આપવાના તૈયાર હતો, ફરિયાદી યુવકે પોતે રૃપિયા ભરવાની વાત કરી તો પણ તે તૈયાર ન હતો અને ફરિયાદી સાથે મારા મારી કરી હતી એટલું જ નહી આરોપીએ પોતાના મામાને માર મારીને હાથમાં પહેરેલું લોખંડનું કડું માથામાં મારીને જે ભાગી ગયો હતો, માથામાં ગંભીર ઇજા થતાં ફરિયાદીના પિતા બેભાન થઇ ગયા હતા તેમને સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં લઇ જવામાં આવતાં ફરજ પરના ડોક્ટરે મરણ જાહેર કર્યા હતા. આ બનાવ અંગે ઓઢવ પોલીસે આરોપી સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *