AMC દ્વારા બીટ ધ હીટ ના કેમ્પેઈનથી ચાર રસ્તા પર કરેલ વોટર સ્પ્રીન્કલરનું આયોજન નિષ્ફળ : શહેજાદખાન પઠાણ

Spread the love

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ

લીલા કલરની નેટ નાખવાની પણ વાતો કરેલ હતી પરંતુ એક પણ જગ્યાએ લીલા કલરની નેટ નાખેલ નથી

અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં ઉનાળાની સિઝન દરમ્યાન હાલ આભમાંથી અગનવર્ષા વરસી રહી છે હાલ શહેરમાં છેલ્લા ૪ દિવસથી ૪૫ ડીગ્રી જેટલું તાપમાન રહેવા પામેલ છે જેને અનુલક્ષીને ભાજપના સત્તાધીશોએ સમગ્ર શહેરમાં વિવિધ જગ્યાઓ પર સ્પ્રીન્કલર મશીન દ્વારા પાણીનો છંટકાવ કરી હીટ ને બીટ કરવાનું અભિયાન ચલાવવાનું આયોજન કરેલ હતું પરંતુ તે આયોજન માત્ર કાગળ ઉપર રહેવા પામેલ હોય તેવું જણાઇ રહયું છે હાલ માત્ર દક્ષિણ ઝોનમાં કાંકરીયા, આવકાર હોલ શાહઆલમ જેવી થોડીક જગ્યાઓ પર માત્ર એક જ વાર સ્પ્રીન્કલર મશીન દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવેલ હતો તેમજ ચાર રસ્તાના સીગ્નલ પાસે ઉભેલા વાહનચાલકોને ગરમીના કારણે લુ ના લાગે તે માટે ઉપર લીલા કલરની નેટ નાખવાની પણ વાતો કરેલ હતી પરંતુ એક પણ જગ્યાએ તે લીલા કલરની નેટ નાખેલ નથી જે કડવી વાસ્તવિકતા છે એક તરફ મ્યુ.કોર્પો.ગરમીના તાપમાન બાબતે રેડ એલર્ટ જાહેર કરે છે અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટી માત્ર બણગાં ફૂંકે છે જે સત્તાધારી ભાજપના સત્તાધીશો માટે શરમજનક બાબત છે.હાલ નગરજનો અગનવર્ષાની આગમાં શેકાઈ રહ્યાં છે મોટી સંખ્યામાં લોકો ડી-હાઈડ્રેશન થવાના તથા ગરમીથી લુ લાગવાના બનાવોમાં ધણો વધારો જોવા મળી રહયો છે ત્યારે હીટ ને બીટ કરવાનું અભિયાન માટેનું આયોજન માત્ર કાગળ પર ના રહેવું જોઇએ નાગરિકોનું આરોગ્ય જાળવવા તથા હીટ વેવને રોકવા માટે તાકીદે યોગ્ય વ્યવસ્થા ગોઠવવા કોંગ્રેસ પક્ષની માંગણી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com