વડોદરાના ગોરવા વિસ્તારમાં ફ્લેટમાં સ્માર્ટ મિટર લગાવ્યા પછી 9.24 લાખનું બિલ આવ્યું, હોબાળો…

Spread the love

સ્માર્ટ વીજ મીટર લગાવાવને લઇને શરૂઆતથી જ વિરોધ થઇ રહ્યો છે. લોકોની ફરિયાદ છે કે, સ્થાનિકોની ફરિયાદ છે કે, આ આ મીટરમાં વપરાશથી વધુ બિલ આવે છે વડોદરા અને સુરતમાં આ મીટર લગાવ્યા બાદ સ્થાનિકોએ તેનો સામુહિક વિરોધ કર્યાં છે. જો કે વિરોધ વચ્ચે સુરતમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાનું શરૂ રાખ્યું છે. જો કે લોકોના બહોળા વિરોધ બાદ હવે DGVCL સ્માર્ટ વીજ મીટર સાથે એક ચેક મીટર પણ લગાવવામાં આવી રહ્યું છે.15થી 20 દિવસ બંન્ને મીટરનું રિડીંગ તપાસવામાં આવશે. જુના અને નવા મીટર વચ્ચે રહેલી ગેરસમજ દૂર કરાશે.

ઉલ્લેખનય છે કે, વડોદરાના ગોરવા વિસ્તારની રિદ્ધિ સિદ્ધિ ફ્લેટમાં સ્માર્ટ મિટર લગાવ્યા પછી 9.24 લાખનું બિલ આવ્યું હતું. આ જ ફ્લેટનું છેલ્લા ઘણા વખતથી દર બે મહિનાનું બિલ એવરેજ 1500 થી 2000 રૂપિયા આવતું હતું. આવી ઘટનાઓ સામે આવતા સ્માર્ટ મીટર પરથી લોકોનો વિશ્વાસ ઉઠી રહ્યો છે અને લોક આ મીટર લગાવનો જ વિરોધ કરી રહ્યા છે.

આ સમગ્ર મામલે હવે રાજનિતી પણ શરૂ થઇ ગઇ છે. કોંગ્રેસ સરકારને આ મામલે ઘેરી રહી છે. સ્માર્ટ મીટર અને સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીઓ અંગે અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. સરકાર પર વાર કરતા કહ્યું હતું કે,
“ગુજરાતમાં ચૂંટણી પૂરી થઈ અને પ્રજા મોંઘવારી ઓછી થવાની રાહ જોઈ રહી હતી પરંતુ સરકારે રાહત આપવાને બદલે સ્માર્ટ મીટર લગવવની શરૂઆત કરી દીધી. રાજ્યમાં તમામ જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે, તેમ છતાં 1.64 કરોડ મીટર ગુજરાત ની વિંજ કંપનીઓ લગાવવાની છે, આ મીટરમાં મીનીમમ 300 રૂપિયાનું બેલેન્સ એડવાન્સ રાખવાનો નિયમ છે,ગુજરાત ની જનતા પાસેથી 500 કરોડ રૂપિયા એડવાન્સ લઈ લુટવાનું કામ કરી રહી છે”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com