વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ નાફેડનાં ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા

Spread the love

દિલ્હીમાં ગઇકાલે નાફેડની ચૂંટણી યોજાઇ હતી. મહત્વનું છે કે, નાફેડની ગુજરાતમાં બે બેઠકો છે જેમાંથી એક બેઠક પર વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ બિનહરીફ ચૂંટાયા છે. અગાઉ 5 ઉમેદવારોએ પણ ફોર્મ પરત ખેંચતા મોહન કુંડારિયા પણ બિનહરીફ બન્યા હતા. જે બાદમાં ગઇકાલે દિલ્હીમાં નાફેડની ચૂંટણી યોજાયા બાદ હવે જેઠાભાઈ ભરવાડ નાફેડના ચેરમેન બન્યા છે.મહત્વનું છે કે, જેઠાભાઈ ભરવાડની નાફેડના ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે.

દેશના સહકારી ક્ષેત્રમાં મહત્વની ગણાતી નાફેડની ગઇકાલે એટલે કે 21 મેના રોજ દિલ્લીમાં ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં નાફેડના ચેરમેન તરીકે જેઠાભાઈ આહિર (ભરવાડ)ની બિનહરીફ વરણી કરવામાં આવી છે. મહત્વનું છે કે, ગુજરાતના બે સહિત કુલ 21 ડિરેક્ટરો માટે મતદાન કર્યું હતું. જેમાં રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા સહિત ગુજરાતના બે ડિરેક્ટરોએ મતદાન કર્યું છે.

મહત્વનું છે કે, ડિરેક્ટરની ચુંટણીમાં જેઠાભાઈની પેનલને બહુમતી મળી હતી. જે બાદમાં જેઠાભાઈ ભરવાડની પેનલ અને ચંદ્રપાલ સિંહની પેનલ વચ્ચે સહમતી બની હતી. નોંધનિય છે કે, નાફેડમાં કુલ 21 ડિરેક્ટરો ચેરમેન અને વાઇસ ચેરમેન નક્કી કરતા હોય છે. જોકે જેઠાભાઈ ભરવાડની પેનલ અને ચંદ્રપાલ સિંહની પેનલ વચ્ચે સહમતી બનતા નાફેડના ચેરમેન તરીકે જેઠાભાઈ આહિર (ભરવાડ)ની બિનહરીફ વરણી કરવામાં આવી છે. મહત્વનું છે કે, ગુજરાતમાંથી જેઠા ભરવાડ અને મોહન કુંડારિયા ડિરેક્ટર તરીકે બિનહરીફ થયા છે.

જેઠા ભરવાડ સતત 6 ટર્મથી જંગી બહુમતીથી શહેરા બેઠક પરથી જીત્યા છે. વર્ષ 1998થી વર્ષ 2022 એમ સળંગ ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. આ સાથે જેઠા ભરવાડ હાલમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે કાર્યરત છે. આ સાથે સહકારી ક્ષેત્રના મોટા ચહેરાઓમાં જેઠા ભરવાડનું નામ હોવાની સાથે તેઓ સ્થાનિક રાજકારણમાં પ્રભુત્વ ધરાવતા નેતા છે. આ સાથે પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંક અને ડેરીના ચેરમેન પદે પણ હાલમાં કાર્યરત છે. નોંધનિય છે કે, પંચમહાલ ડેરીમાં ભાજપના જ નેતા ભૂપેન્દ્રસિંહ સોલંકીને હરાવીને ચેરમેન બન્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com