નશીલી અને પ્રતિબંધિત દવાઓ દેશ – વિદેશમાં વેંચી ડોલરમાં કમાણી કરતી ગેંગ ઝડપાઈ

Spread the love

STFએ શુક્રવારે નશીલી અને પ્રતિબંધિત દવાઓની દેશ અને અમેરિકા, કેનેડા સહિત અન્ય દેશોમાં બેઠેલા લોકોને વેચતી ઈન્ટરનેશનલ ટોળકીના ત્રણ સભ્યોની ધરપકડ કરવામાં આવી છે.

ત્રણેયને ચિનહાટ ટેલ્કો કંપનીના ગેટ પાસેથી પકડવામાં આવ્યા છે. ટોળકીના સભ્યો દુબઈમાં બેસીને છેલ્લાં ચાર વર્ષથી નેટવર્ક ચલાવી રહ્યાં છે. STF આ ટોળકી સહિત તેની સાથે જોડાયેલા અન્ય લોકોની વિગત શોધી રહી છે.

ડેપ્યુટી એસપી એસટીએફ દીપક કુમાર સિંહના જણાવ્યા મુજબ, પકડાયેલા આરોપીઓમાં મદેયગંજ ડાલીગંજ ઈરાદતનગરનો સાહિલ મુખૌટા ઉર્ફે હૈદર અલી, સીતાપુર રોડ બ્રહ્મનગરનો અબ્દુલ્લા સુહૈલ ઉર્ફે અંધા અને નવી બસ્તી મદેયગંજનો રહેવાસી મોહમ્મદ એનફ ઉર્ફે દાનિશ કાલિયા છે. તસ્કરો પાસેથી 13,500 નશીલી પ્રતિબંધિત દવાઓ, એક સ્કૂટી, ત્રણ મોબાઈલ અને 3180 રુપિયા મળ્યા છે. આ ટોળકીના ત્રણ સભ્યો કુરિયરથી પ્રતિબંધિત દવાઓ વિદેશ મોકલતા હતા.

ડેપ્યુટી એસપીના જણાવ્યા મુજબ, આ ટોળકીના લોકો 100 રુપિયાની કિંમતની નશીલી દવાઓનું પત્તું વિદેશમાં બેઠેલા લોકોને ચારસોથી પાંચસો ડોલરમાં વેચતા હતા. કુરિયરથી આ દવાઓ મોકલતા હતા. ટોળકીના કેટલાંક સભ્યો એવા છે જેમણે ચાર વર્ષમાં ઓડી અને મર્સિડીઝ જેવી ગાડીઓ અને મોંઘા ફ્લેટ લઈ લીધા છે.

ઈન્સ્પેક્ટર હેમંત ભૂષણ મુજબ, અબ્દુલ્લા સુહૈલ, મોહમ્મદ એનફ અને ટોળકી સાથે જોડાયેલો અન્ય એપના માધ્યમથી વિદેશીઓને મેસેજ મોકલતો હતો. તેઓ પોતાનું નામ જોન, એલ્વિશ અને રોબર્ટ જણાવતા હતા, જેનાથી તેમણે વિશ્વાસ થઈ જાય. ટેક્સ્ટ નાઉ, સેકન્ડ લાઈન જેવી એપથી વર્ચ્યુઅલ નંબર મેળવીને આ ગ્રાહકોનો સંપર્ક કરતા હતા. જરુરિયાતમંદોને કેશી, વેનમો, પે પલ એપથી પેમેન્ટ લીધા બાદ નશીલી દવાઓ તેમના સુધી પહોંચાડતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com