મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નદીઓ અને તળાવમાં વધારે પાણીનો સંગ્રહ થાય તે માટે તળાવો અને નદીઓને ઊંડી કરવાની કામગીરી સુજલામ સુફલામ જળસંચય યોજના અંતર્ગત શરૂ કરાવી હતી. આ વર્ષે ગુજરાતમાં મેઘ રાજાએ મહેર વરસાવતા મોટાભાગની નદીઓ અને તળાવો પાણીથી છલોછલ ભરાઈ ગયા છે. અમરેલીના જિલ્લાના દુધાળા ગામના પણ નારણ તળાવને ઊંડું કરવાની કામગીરી કરવામાં આવી હતી. કામગીરી સમયે આ તળાવમાં પાણી હતું જ નહીં પણ વરસાદ પડતા આ નારણ તળાવ પાણીથી છલોછલ ભરાઈ ગયું છે. આ એજ જગ્યા છે જ્યાં 1 વર્ષ અગાઉ સુજલામ્ સુફલામ્ જળ અભિયાન અંતર્ગત તળાવ ઉંડા કરેલ ત્યારે એક પણ ટીપું પાણીનું ના હતું આજે…
મહત્ત્વની વાત એ છે કે, દુધાળા ગામ સુરતના ડાયમંડ કિંગ તરીકે ઓળખાતા સવજી ધોળકિયાનું ગામ છે અને તેમને જ પોતાનું મહત્ત્વનું યોગદાન આપીને આ તળાવને ઊંડું કરાવ્યું હતું. તેમનું એક જ સ્વપ્ન હતું કે, તેમના ગામના લોકોને પાણીની તંગી પડે નહીં એટલા માટે તેઓ આ તળાવને ઊંડું કરવાની કામગીરી કરી રહ્યા હતા. સવજી ધોળકિયા તેમને ગામના લોકોને પાણીની તકલીફ ન પડે તે ગામમાં તળાવો બનાવ્યા પરંતુ આસપાસના ગામના લોકોને પણ પાણીની તંગી ન પડે તે માટે આ નારણ તળાવનું કામ શરૂ કરાવ્યું હતું. દિવાળીમાં કારીગરોને બોનસમાં કાર અને મકાન આપતા સવજી ધોળકિયાએ તેમના ગામ સહીત આસપાસના 20 ગામના લોકો માટે કરેલી મહેનત રંગ લાવી છે અને ચોમાસાની સીઝનમાં દુધાળા ગામનું નારણ સરોવર પાણીથી છલોછલ ભરાઈ ગયું છે. આ તળવા ભરાવાના કારણે 20 ગામના ખેડૂતોને ખેતી માટે અને ગામના લોકોને પાણી માટે તકલીફ ભોગવવી નહીં પડે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આ તળાવનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના ફેસબુક અકાઉન્ટ પર પોસ્ટ કરીને આ બાબતે માહિતી આપી હતી.