એ.એમ.સી. મેટ ધ્વારા સંચાલિત એસ.બી.બી કોલેજ ઓફ ફિઝિયોથેરાપી ખાતે દરેક સ્પોર્ટ્સના ખેલાડીઓને થતી ઈજાની આધુનિક સારવાર,ભવિષ્યમાં ઈજા ન થાય માટે તેમને ટ્રેનિંગ

Spread the love

 

અમદાવાદ

એ.એમ.સી. મેટ ધ્વારા સંચાલિત એસ.બી.બી કોલેજ ઓફ ફિઝિયોથેરાપી ખાતે દરેક સ્પોર્ટ્સના ખેલાડીઓને થતી ઈજાની આધુનિક સારવાર સાથે તેઓને સ્પર્ધા માટે પણ તૈયાર કરવામાં આવે છે અને ભવિષ્યમાં ઈજા ન થાય તેના માટે તેમને ટ્રેનિંગ પણ આપવામાં આવે છે

22 વર્ષના રમેશ દવેરાને નાનપણમાં થયેલ ફ્રેકચર ના કારૅણે એક પગ આશરે 2.5 ઇંચ ટૂંકો થવાથી તેમને ચાલવામાં પણ તકલીફ પડતી હતી, આ કારણે તેઓને 40% ડિસએબિલિટી સાથે પેરા એથ્લેટમા તેમનો સમાવેશ કરવામાં આવ્યો. તેઓ ઊંચી કૂદ રમત નેશનલ લેવલે રમી રહયા છે, તેમને પ્રેકટીસ દરમ્યાન કમરમાં સ્ટ્રેઇન આવ્યો હતો. 20 દિવસ પછી તેમને ખેલમહાકુંભમાં રમવાનું હતું, તેમણે પ્રાઇવેટ ફિઝિયોથેરાપી સેંટરમાં સારવાર લીધી, કોઈ જ ફરક ન પડતા તેઓ એ. એમ. સી. મેટ ધ્વારા સંચાલિત એસ.બી.બી કોલેજ ઓફ ફિઝિયોથેરાપીના ઓર્થોસ્પોર્ટ્સ ડીપાર્ટમેન્ટમા આવ્યા. અહીં એમની પુરી તપાસ બાદ સારવાર ચાલુ થયી અને એમને 15 દિવસ સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપી આપવામાં આવી જેમાં કમર ના દુખાવા ની સાથે સાથે તેમને સ્પર્ધા માટે પણ તૈયાર કરવામાં આવ્યા. ત્યારબાદ તેઓ નડિયાદ માં યોજાયેલ ખેલમહાકુંભ 2024 વય મર્યાદા 16 થી 35 ઓપન કેટેગરી ઊંચી કૂદમાં ગોલ્ડ મેડલ જીત્યા. તે બદલ તેઓ એસ.બી.બી કોલેજ નો હૃદયપૂર્વક આભાર માને છે અને કોલેજ પણ તેનો ખુબ ગર્વ અનુભવે છે. એસ.બી.બી કોલેજ ઓફ ફિઝિયોથેરાપીના ઓર્થોસ્પોર્ટ્સ ડીપાર્ટમેન્ટમા દરેક સ્પોર્ટ્સના ખેલાડીઓને થતી ઈજાની સારવાર સાથે તેઓને સ્પર્ધા માટે પણ તૈયાર કરવામાં આવે છે અને ભવિષ્યમાં ઈજા ન થાય તેના માટે તેમને ટ્રેનિંગ પણ આપવામાં આવે છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com