કલેકટર સુશ્રી પ્રવિણા ડી.કે.ના હસ્તે સિવિલ ડિફેન્સ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ સાત વોલેંટીયર્સને સન્માનિત કરાયા

Spread the love

સિવિલ ડિફેન્સ હેઠળની કુલ ૧૨ પ્રકારની નાગરિક સેવાઓમાં વિશિષ્ટ કામગીરી કરવા બદલ વોલેંટીયરની પસંદગી બાદ સન્માન કરાયું

અમદાવાદ

અમદાવાદ જિલ્લા કલેકટર સુશ્રી પ્રવિણા ડી.કે.ના હસ્તે સિવિલ ડિફેન્સ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર વોલેંટીયર્સને સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં રાષ્ટ્રપતિ સ્તરના પાંચ અને રાજ્યપાલ સ્તરના બે એમ કુલ સાત એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. વિવિધ વર્ષો દરમિયાન જાહેર થયેલા એવોર્ડ વિજેતાઓમાં શ્રી હર્ષદકુમાર નાયક, શ્રી પ્રણવ જોશી, શ્રી આલોક રોય, શ્રી ઋત્વિક જોશી, શ્રી મહોમ્મદ મલેક એમ કુલ પાંચ વોલેંટીયર્સને રાષ્ટ્રપતિ સ્તરના મેડલ અને શ્રી નંદુભાઈ પટેલ અને શ્રી જનકરાય શુકલને રાજ્યપાલ સ્તરના મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે સિવિલ ડિફેન્સ હેઠળ કુલ ૧૨ પ્રકારની નાગરિક સેવાઓનો સમાવેશ થાય છે. જેમાં કોઈ વિશિષ્ટ કામગીરી કરનાર વોલેંટીયરના નામની ભલામણ કેન્દ્ર સરકારને કરવામાં આવે છે. તેમાંથી આખરી પસંદગી બાદ જે તે વ્યક્તિનું નામ નિર્ધારિત કરવામાં આવે છે. આમ, આ એવોર્ડ વોલેંટીયર માટે પ્રબળ પ્રેરણા પૂરી પાડનારા બની રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com