અમદાવાદ
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને સાબરમતી અને હરિદ્વાર વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર દોડાવવાનો નિર્ણય કર્યો છે. જેની વિગતો નીચે મુજબ છે.
•ટ્રેન નંબર 09425/09426 સાબરમતી-હરિદ્વાર-સાબરમતી સ્પેશિયલ (કુલ 10 ટ્રીપ્સ)
ટ્રેન નંબર 09425 સાબરમતી-હરિદ્વાર સ્પેશિયલ 31 મે, અને 3, 7, 10 અને 14 જૂન 2024 (શુક્રવાર અને સોમવાર)ના રોજ સાબરમતી થી 18.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 19.00 કલાકે હરિદ્વાર પહોંચશે. એ જ રીતે, ટ્રેન નંબર 09426 હરિદ્વાર-સાબરમતી સ્પેશિયલ 01,04,08,11 અને 15 જૂન 2024 (શનિવાર અને મંગળવાર)ના રોજ હરિદ્વાર થી 21:45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 22:30 કલાકે સાબરમતી પહોંચશે.માર્ગમાં બંને દિશામાં, આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, પિંડવાડા, જવાઈ બાંધ, ફાલના, રાની, મારવાડ, અજમેર, કિશનગઢ, ફુલેરા, રિંગસ, નીમ કા થાના, નારનૌલ, રેવાડી, ગુડગાંવ, દિલ્હી કેન્ટ, દિલ્હી, ગાઝિયાબાદ, મેરઠ, મુઝફ્ફરનગર અને રૂડકી સ્ટેશનો પર રોકાશે.આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસના કોચ હશે.
ટ્રેન નંબર 09425નું બુકિંગ 26 મે, 2024થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનની પરિચાલન સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, યાત્રીઓ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.