ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રવક્તા ડૉ અમિત નાયક
અમદાવાદ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રવક્તા ડૉ અમિત નાયકે આરોગ્ય મંત્રીને પત્ર લખી જણાવ્યું હતું કે હાલ ગુજરાત માં આગઝરતી ગરમી થી લોકો ત્રસ્ત છે અને તેમાં પણ મહાનગરો માં તાપમાન ૪૬ થી ૪૭ ડિગ્રી સેલ્સિયસ સુધી જઇ રહ્યું છે અને તેના કારણે અનેક લોકો નાં હિટ સ્ટ્રોક થી મૃત્યુ નાં કિસ્સા સામે આવેલ છે. ગુજરાત વર્ષો થી વિકસિત રાજ્ય છે અને આરોગ્ય ની સેવાઓ પુરી પાડતી અનેક સરકારી અને અર્ધ સરકારી હોસ્પિટલો વર્ષો થી અહીંયા કાર્યરત છે પણ તેમાં કેટલીક માળખાગત ત્રુટીઓ છે અને સુવિધા નો અભાવ ઉડી ને આંખે વળગે છે. જ્યારે ચૂંટણીઓ સમયે ગુજરાત ને ગતિશીલ, વિકાસશીલ, સ્માર્ટ રાજ્ય, વાયબ્રન્ટ તરીકે રજૂ કરવાની હોડ લાગે છે અને વિશ્વગુરુ બનવા તરફ ની વાતો સાંભળવા મળે છે. ખાડી દેશો જેવી ગરમી અને તાપમાન માં ત્યાં નાં સત્તાધિશો અને વહિવટી તંત્ર દ્રારા તમાંમ સરકારી સંસ્થાઓ અને હોસ્પિટલો માં વાતાનુકૂલિત વાતાવરણ માં આરોગ્ય ની સુવિધા પૂરી પાડવામાં આવે છે જ્યારે ગુજરાત ની સરકારી હોસ્પીટલો માં તૂટેલાં અને બંધ હાલત માં રહેલા પંખા થી પરેશાન દર્દી અને સગાંઓ ની માનસિક અને શારીરિક સ્થિતિ નું આંકલન પીડાદાયક અને વિચલિત કરનારું છે, ગુજરાત રાજ્ય માં ઉંચા સરકારી વેરા ચૂકવતાં નાગરિકો ને સરકારી અને નગરપાલિકા સંચાલિત હોસ્પીટલો માં સરકાર દ્વારા જ વાતાનુકૂલિત વૉર્ડ માં જ તમાંમ સારવાર મળી રહે તે દિશા માં આયોજન કરી તાત્કાલિક સકારાત્મક અમલ કરવમાં આવે તેવી લાગણી અને માગણી છે.